• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ટી-20 વર્લ્ડ કપ માટે હજુ ટીમ તૈયાર નહીં : કોચ ગંભીરનો સ્વીકાર

નવી દિલ્હી, તા. 10 : ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્વીકાર કર્યો છે કે આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારી મામલે તેની ટીમ એ સ્થિતિમાં પહોંચી નથી જયાં પહોંચવા માંગતી હતી. સાથોસાથ એમ પણ કહ્યંy કે આ મુકામ પર પહોંચવા માટે ટીમ પાસે પર્યાપ્ત સમય છે. બીસીસીઆઇ ટીવીને આપેલ ઈન્ટરવ્યૂમાં કોચ ગંભીરે ખેલાડીઓની ફિટનેસ પર ભાર મુકયો હતો. ગંભીરે જણાવ્યું કે આ એક એવો ડ્રેસિંગ રૂમ છે જેમાં વધુ પારદર્શકતા અને ઇમાનદારી ઇચ્છીએ છીએ. આ ડ્રેસિંગ રૂમ આગળ પણ આવો બની રહે. મને લાગે છે કે અમે એ સ્થિતિમાં નથી પહોંચ્યા કે જેને ટી-20 વિશ્વ કપની તૈયારી પૂર્ણ કહી શકાય. ખેલાડીઓની ફિટનેસ પર ફોકસ થઇ રહ્યંy છે. અમારી પાસે હજુ 3 મહિનાનો સમય છે. અમે તૈયાર પૂર્ણ કરશું. ગંભીરે વધુમાં જણાવ્યું કે અમે ખેલાડીઓ સામે પડકાર મુકી રહ્યા છીએ. અમે શુભમન ગિલ સાથે આવું જ કર્યું, જયારે તેને ટેસ્ટ કપ્તાન બનાવ્યો ત્યારે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આગામી ટી-20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમવાનો છે.

Panchang

dd