કોલકાતા, તા. 10 : ભારતીય
ટીમ વિરુદ્ધ શુક્રવારથી અહીંના ઇડન ગાર્ડન મેદાન પર શરૂ થતી બે ટેસ્ટની શ્રેણીની
પ્રથમ મેચ માટે દ. આફ્રિકાની ટીમ આજે સવારે કોલકતા આવી પહોંચી હતી. કપ્તાન બાવુમા
બેંગ્લુરુમાં આફ્રિકા એ ટીમ તરફથી ચાર દિવસીય મેચ રમ્યો હતો. તે પણ ટીમ સાથે જોડાઇ
ગયો છે. તેના નેતૃત્વમાં આફ્રિકી ટીમ મંગળવારથી અભ્યાસ સત્રનો પ્રારંભ કરશે. રબાડા
અને માર્કો યાનસન સહિતના બીજા કેટલાક ખેલાડી રવિવારે જ કોલકતા પહોંચી ગયા હતા.
આફ્રિકાનું લક્ષ્ય 2પ વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી વિજયનું છે.