• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

કચ્છમાં ઊજવાયો યુવા શક્તિ ઉત્સવ

ભુજ, તા. 9 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ-2025 યોજવા કરાયેલા આહ્વાન અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ હેઠળ 21 સપ્ટેમ્બરથી જુદી-જુદી સ્પર્ધાનું આયોજન કરાયું છે.  ખેલ મહોત્સવ-2025ને સફળતાપૂર્વક આગળ વધારતાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા રવિવારે ભુજ તાલુકાના મિરજાપર ગામે સ્વામિનારાયણ કન્યા વિધા મંદિર ખાતે વોલીબોલ-પાસિંગ (મહિલા) સ્પર્ધા તથા માધાપર ગામના સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે વોલીબોલ (શૂટિંગ) સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું અને રમતવીરોએ મેદાન ગજવ્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવાયો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પારૂલબેન કારા, ભીમજીભાઈ જોધાની, સરપંચ વાલજીભાઈ આહીર, પ્રવીણાબેન રાઠોડ, રીતેનભાઈ ગોર, વિનોદભાઈ પીન્ડોરિયા, જગદીશભાઈ માધાપરિયા, નારણભાઈ મહેશ્વરી, મયંકભાઈ રૂપારેલ, જયંતભાઈ ઠક્કર, દીપકભાઈ ડાંગર, રમેશભાઈ આહીર, પ્રેમજીભાઈ મન્ગેરિયા, દીપકભાઈ સીજુ, નરેશભાઈ પટેલ, નિલયભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ ગઢવી, સચિનાસિંહ જાડેજા, પ્રવીણભાઈ ખોખાનીએ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. તો હરસદભાઈ ઠક્કર, સંદીપભાઈ ગઢવી, ડી.એલ. ડાકી, વિષ્ણુભાઈ ચોધરી, કુલદીપાસિંહ જાડેજા, હરેશભાઈ પીન્ડોરિયા, અનિતાબેન ભૂવા, સીમાબેન વરસાની, મહાવીરાસિંહ જાડેજા, ભરતભાઈ બુચિયા, કોચ રશ્મિતાબેન, કાઉન્સીલર મનીષાબેન સોલંકી, સાવિત્રીબેન જાટ, બિંદિયાબેન ઠક્કર, આશિકાબેન ભટ્ટ, બિંદિયાબેન ભાટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd