ઓડેંસે (ડેનમાર્ક) તા.13 : સાત્વિક
સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી મંગળવારથી શરૂ થઇ રહેલ ડેનમાર્ક ઓપન સુપર-7પ0 બેડમિન્ટન
ટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનની આગેવાની લેશે. ભારતીય જુગલ જોડીની પહેલા રાઉન્ડમાં
સ્કોટલેન્ડની જોડી સામે ટક્કર થશે. સાત્વિક-ચિરાગ આ સીઝનમાં સતત સારો દેખાવ કરી
રહ્યા છે અને હજુ ખિતાબથી વંચિત છે. હોંગકોંગ ઓપન અને ચાઈના માસ્ટર્સમાં ફાઇનલમાં
જગ્યા બનાવી હતી. જયારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
સિંગલ્સમા ભારતનો 28મો નંબરનો યુવા ખેલાડી આયુષ શેટ્ટી સામે પહેલા રાઉન્ડમાં
ફ્રાંસના ટોમા જૂનિયરનો કઠિન પડકાર છે. જયારે લક્ષ્ય સેન આયરલેન્ડના ખેલાડી સામે
રમશે. સ્ટાર પીવી સિંધુએ ડેનમાર્ક ઓપનમાં ભાગ લીધો નથી.