વિશાખાપટ્ટનમ, તા. 13 : ભારતની
ટોચની બેટધરો આખરે ફોર્મેમાં પરત ફરી અને મહિલા વિશ્વ કપમાં મજબૂત ઓસ્ટ્રેલિયા
સામે 330 રનનો મોટો સ્કોર કર્યો, પણ નીચેના ક્રમની
બેટધરોની આવન-જાવન અને ઓસ્ટ્રેલિયાની બોલિંગ તાકાતને લીધે ભારતનો આ સ્કોર પણ ઓછો
પડયો અને અંતમાં એક ઓવર બાકી રહેતા 3 વિકેટે હાર સહન કરવી પડી. ભારતે
આખરી 6 વિકેટ 36 રનમાં ગુમાવી હતી અને 7 દડા
બાકી રહેતા ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા સામેની હાર પછી ભારતીય કપ્તાન હરમનપ્રિત
કૌરે જણાવ્યું કે અમે જે રીતે શરૂઆત કરી એથી અંતમાં 30-40 રન
ઓછા થયા હતા. આખરી 6-7 ઓવરમાં અમે રન કરી શકયા નહીં. જે અમને
મોંઘા પડયા હતા.