નવી દિલ્હી, તા.13 : ભારત
સામેના બીજા ટેસ્ટના બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઓપનિંગ બેટસમેન જોન કેમ્પબેલ
(11પ)
અને મીડલઓર્ડર બેટર શે હોપ (103)એ શાનદાર સદી ફટકારી હતી. શતકીય
ઇનિંગ રમીને આ બન્ને કેરેબિયન બેટધરે ખાસ રેકોર્ડ બનાવ્યા છે. શે હોપની કેરિયરની આ
ત્રીજી સદી છે અને તેણે આઠ વર્ષ પછી ત્રણ આંકડે પહોંચીને સદીનો દુકાળ સમાપ્ત કર્યો
હતો. તેની પાછલી સદી વર્ષ 2017માં ઇંગ્લેન્ડમાં થઇ હતી. હોપની શરૂઆતની બન્ને સદી ઇંગ્લેન્ડમાં થઇ હતી.
આ પછી તેણે ટેસ્ટ ફોર્મેટમાં બે સદી વચ્ચેની સૌથી વધુ ઇનિંગ અંતરનો રેકોર્ડ
બનાવ્યો છે.