• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બિહાર રણજી ટ્રોફી ટીમનો ઉપ કપ્તાન

પટણા, તા. 13 : બિહારની રણજી ટ્રોફી ટીમના ઉપ કપ્તાન પદે 14 વર્ષય `વન્ડર બોય' વૈભવ સૂર્યવંશીની નિયુક્તિ થઇ છે. બિહારની રણજી ટ્રોફીની શરૂઆતના બે મેચની ટીમ આજે જાહેર થઇ છે. ટીમની કમાન સાકિબુલ ગની સંભાળશે જ્યારે આઈપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશી ઉપકપ્તાન છે. વૈભવે હાલમાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતની અન્ડર-19 ટીમ તરફથી શાનદાર દેખાવ કર્યો હતો. તેણે બ્રિસબેનમાં પહેલી યૂથ ટેસ્ટમાં 78 દડામાં સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ જાન્યુઆરી 2024માં 12 વર્ષ અને 284 દિવસની ઉંમરે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પદાર્પણ કરી વિક્રમ  બનાવ્યો હતો. તેણે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં ગુજરાત ટાઇટન્સ સામે 38 દડામાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો હતો. બિહારની ટીમ તેની પહેલી રણજી ટ્રોફી મેચ અરુણાચલ પ્રદેશ સામે રમશે. જયારે બીજી મેચ મણિપુર વિરુદ્ધ 2પ ઓક્ટોબરથી નડિયાદમાં રમાશે.

Panchang

dd