• બુધવાર, 12 નવેમ્બર, 2025

વિક્રમી લક્ષ્યાંક સર કરી ઓસ્ટ્રેલિયાની જીત

વિશાખાપટ્ટનમ, તા. 12 :  મહિલા વન ડે ઇતિહાસનો સૌથી વધુ 331 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરીને વિશ્વ કપની આજની મેચમાં ભારત સામે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે વિક્રમી અને યાદગાર વિજય હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા હિલીએ 142 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. ભારતના 330 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 7 વિકેટે 331 રન કર્યાં હતા. વિશ્વ કપમાં ભારતીય મહિલા ટીમની દ. આફ્રિકા પછી ઓસ્ટ્રેલિયા સામે હાર થઇ છે. ભારતે તેની આખરી 4 વિકેટ 10 રનમાં ગુમાવી હતી અને 7 દડા બાકી રહેતા ઓલઆઉટ થઇ હતી. જે અંતમાં ભારતની હારનું મહત્વનું કારણ બન્યું હતું. સ્મૃતિની 80 અને પ્રતિકાની 7પ રનની ઇનિંગ એળે ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસ પેરી ફિનિશર બની હતી અને બાવન દડામાં 47 રને નોટઆઉટ રહી હતી. તેણીએ વિજય સિકસ ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. એલિસા હિલીએ માત્ર 107 દડામાં 21 ચોગ્ગા અને 3 છગ્ગાથી 142 રન કર્યાં હતા. આ ઉપરાંત એશ્લી ગાર્ડનરે ઝડપી 4પ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શ્રી ચારણીએ 3 વિકેટ લીધી હતી. મહત્વના મેચમાં બાકીની ભારતીય બોલર ખર્ચાળ સાબિત થઇ હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હેલીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત આક્રમક રહી હતી. વર્તમાન વિશ્વ કપમાં અત્યાર સુધી નિસ્તેજ રહેનાર ભારતીય ઓપનિંગ જોડી સ્ટાર સ્મૃતિ મંધાના અને યુવા પ્રતિકા રાવલ આજે કાંગારૂ બોલરોની સામે તેજસ્વી બની હતી અને શરૂઆતથી જ ફટકાબાજી કરી હતી. સ્મૃતિએ તેની વન ડે કેરિયરની 33મી અર્ધસદી અને પ્રતિમાએ સાતમી અર્ધસદી બનાવી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં માત્ર 147 દડામાં 1પપ રનની આક્રમક ભાગીદારી થઇ હતી. સારી શરૂઆતને લીધે ભારતીય મહિલા ટીમના 330 રન થયા હતા. સ્મૃતિ મંધાના 66 દડામાં 9 ચોગ્ગા-3 છગ્ગાથી આક્રમક 80 રન કરી આઉટ થઇ હતી. આ દરમિયાન તેણે કેલેન્ડર વર્ષમાં 1000 રન પૂરા કર્યાં હતા અને કારકિર્દીના પ000 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. જયારે પ્રતિકા રાવલ 96 દડામાં 10 ચોગ્ગા-1 છગ્ગાથી શાનદાર 7પ રની આઉટ થઇ હતી. હરલીન દેઓલ (38), કપ્તાન હરમનપ્રિત કૌર (22), જેમિમાહ રોડ્રિગ્સ (33) અને ઋચા ઘોષ (32)એ આક્રમક બેટિંગ ચાલુ રાખીને ભારતની રન રફતાર વધારી હતી. જો કે પૂંછડિયા બેટધર ફટાફટ આઉટ થતાં ભારતે આખરી 6 વિકેટ 36 રનમાં ગુમાવી હતી. આથી ભારતીય મહિલા ટીમનો દાવ 48.પ ઓવરમાં 330 રનના મજબૂત સ્કોર પર સમાપ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સદરલેન્ડે 40 રનમાં પ અને સોફી મોલિન્યૂએ 7પ રનમાં 3 વિકેટ લીધી હતી.  

Panchang

dd