• બુધવાર, 12 નવેમ્બર, 2025

સુરત ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ટી.ટી. ટૂર્ના.માં ગાંધીધામની શાળાનો શાનદાર દેખાવ

ગાંધીધામ, તા. 11 : સુરતમાં છ દિવસીય પ્રતિષ્ઠિત નેશનલ સીબીએસઈ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં અહીંની અમરચંદ સિંધવી ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ નોંધપાત્ર  પ્રદર્શન સાથે ઝળકી હતી. અંડર-14 ગર્લ્સ ટેબલ ટેનીસમાં અનાયશા સિંઘવી (કેપ્ટન), સિદ્ધિ સિંઘવી, માયરા ખેસ્કાની અને યાના સિંઘની અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કૂલની ગર્લ્સ ટીમની સેમિફાઇનલ સુધીની  તમામ ગ્રૂપ મેચો જીતી હતી. પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં દુર્ગા પબ્લિક સ્કૂલ, સોલન, હિમાચલ પ્રદેશને 3-1 હરાવ્યું હતું, જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં નવયુગ રેડિયન્સ સિનિયર સેકન્ડરી સ્કૂલને, લખનઉ, ઉતરપ્રદેશની ટીમને 3-1થી હાર આપી હતી, પરંતુ સેમી ફાઇનલમાં જવાહર હાયર સેકન્ડરી સ્કૂલ, નેવેલી, તમિલનાડુ સામે 0-3થી  ગાંધીધામની શાળાની ટીમની હાર થઈ હતી. ગર્લ્સ ટીમે બ્રોન્ઝ મેડલ  સાથે સિદ્ધિ હાંસલ કરી હતી. ધ્રુવ ભંભાણી (કેપ્ટન), રેહાંશ સિંઘવી અને યુગપ્રતાપાસિંહની શાળાની અંડર-14 બોયઝ ટેબલ ટેનિસ ટીમે પણ ટોપ-8માં સ્થાન મેળવીને રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં જવાહર હાયર સેકન્ડરી સ્કૂલ, નેવેલી, તમિલનાડુ સામે 1-3થી હારી  સહન કરવી પડવી હતી. બોયઝ અંડર-17 સિંગલ્સ ઈવેન્ટમાં આરવ સિંઘવી મેઈન ડ્રોમાં પહોંચ્યો હતો અને રાઉન્ડ 32ની મેચમાં  આ ટીમની હાર થઈ હતી. અમરચંદ સિંધવી ઈન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય મૃદુલ વર્માએ જણાવ્યું હતું કે, `આ સ્મારક સિદ્ધિ માટે અમને અમારી વિદ્યાર્થિનીઓ પર અવિશ્વસનીય રીતે ગર્વ છે. આ મેડલ માત્ર અમારી શાળા માટે જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાની જીત છે.  વિદ્યાર્થીઓની આ મહેનત કચ્છને વધુ સિદ્ધિ અપાવશેનું કહ્યું હતું. શાળાના ટ્રસ્ટીનું વહીવટીતંત્ર, સ્ટાફ સહિતનાએ આ સિદ્ધિને આવકારીને  શુભેચ્છા પાઠવી હતી.  

Panchang

dd