• સોમવાર, 16 જૂન, 2025

ગુજરાતની ટીટી ખેલાડી દાનિયાએ તાશ્કંદમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગાંધીધામ, 10  : ગુજરાતની પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડિલે ડબ્લ્યુટીટી યુથ કન્ટેન્ડર તાશ્કંદ 2025 સ્પર્ધામાં ગર્લ્સ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યે  છે. આ ટૂર્નામેન્ટ તાશ્કંદ, ઉઝબેકિસ્તાનના હ્યુમો એરેના ખાતે 13 મેથી 28 મે દરમ્યાન યોજાઈ હતી.  13 વર્ષની દાનિયાએ ભારતની નંબર 1 ખેલાડી, તનિષા કાલભૈરવને મુશ્કેલ ફાઇનલ મેચમાં 3-2થી હરાવીને પોડિયમ પર ટોચનું સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં વિશ્વમાં નંબર 1046 ખેલાડી દાનિયાએ કઝાકિસ્તાનની વિશ્વની 248 ક્રમાંકિત ઝાનિયા બીને 3-0થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd