• મંગળવાર, 08 જુલાઈ, 2025

એફઆઇએચ પ્રો લીગ : ઓલિમ્પિક ચેમ્પિયન નેધરર્લેન્ડ સામે ભારતની 1-2 ગોલથી હાર

નવી દિલ્હી, તા. 9 : એફઆઇએચ પ્રો લીગમાં ભારતીય હોકી ટીમની શરૂઆત સારી રહી નથી. પહેલાં મુકાબલામાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડના હાથે ભારતીય ટીમની 1-2 ગોલથી હાર થઇ હતી. શરૂઆતની સરસાઇને ભારતીય ટીમ વિજયમાં પરિવર્તિત કરી શકી ન હતી. ભારત તરફથી એકમાત્ર ગોલ મેચની 19મી મિનિટે કપ્તાન હરમનપ્રિત સિંઘે કર્યો હતો. બાદમાં નેધરલેન્ડ તરફથી થીજ વેન ડેમે 2પમી અને પ8મી મિનિટે ગોલ કરી પોતાની ટીમને 2-1થી વિજય અપાવ્યો હતો. ભુવનેશ્વરમાં એફઆઇએચ પ્રો લીગના પહેલા રાઉન્ડના અંતે ભારત 8 મેચના અંતે 1પ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યંy હતું. આવતા વર્ષે રમાનાર હોકી વિશ્વ કપમાં સીધો પ્રવેશ મેળવવા માટે ભારતની નજર યૂરોપીય રાઉન્ડમાં વધુમાં વધુ અંક હાંસલ કરવા પર છે.

Panchang

dd