• સોમવાર, 16 જૂન, 2025

ગાંધીધામના ક્રિકેટર હરવંશ સિંઘની પસંદગી : સૂર્યવંશી પણ સામેલ

નવી દિલ્હી, તા. 22 : ઇંગ્લેન્ડ પ્રવાસની અન્ડર-19 ભારતીય ટીમના કેપ્ટન તરીકે મુંબઇના ઓપનર આયુષ મ્હાત્રેની પસંદગી થઇ છે. 14 વર્ષીય વન્ડરબોય વૈભવ સૂર્યવંશી પણ ટીમમાં સામેલ છે. 24 જૂનથી શરૂ થનાર ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય અન્ડર ટીમ ઇંગ્લેન્ડની અન્ડર-19 ટીમ વિરૂધ્ધ પાંચ વન-ડેની શ્રેણી અને બે ચાર દિવસીય મેચ રમશે. વૈભવ સૂર્યવંશી આઇપીએલમાં રાજસ્થાન અને આયુષ મ્હાત્રે ચેન્નાઇ ટીમના હિસ્સા છે. તો ગાંધીધામના અને સૌરાષ્ટ્ર ટીમ માટે રમતા હરવંશ સિંઘ પંગલિયાનો પણ સમાવેશ કરાયો છે. સૂર્યવંશી આઇપીએલ ઇતિહાસનો સૌથી નાની વયે સદી કરનારો બેટધર છે. તેણે ફકત 3પ દડામાં 1 છગ્ગાથી સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. જ્યારે આયુષ મ્હાત્રે સીએસકે ટીમમાં કપ્તાન ઋતુરાજ ગાયકવાડની જગ્યા લીધી હતી. મુંબઇના વિકેટકીપર અભિજ્ઞાન કુંડૂને ઉપકપ્તાન બનાવાયો છે. અન્ડર-19 ટીમમાં સૌરાષ્ટ્રનો વિકેટકીપર હરવંશ સિંહ સામેલ છે. અન્ડર-19 ટીમ : આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડૂ (વિકેટકીપર-વાઇસ કેપ્ટન), હરવંશ સિંહ (વિકેટકીપર), આર. એસ. અંબરિશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, યુધાજીત ગુહા, પ્રણવ રાઘવેન્દ્ર, મોહમ્મદ એનન, આદિત્ય રાણા અને અનમોલજીત સિંઘ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd