લખનઉ, તા. 22 : મિચેલ માર્શની મંત્રમુગ્ધ સદી
(64 દડામાં 117 રન)ના સહારે લખનઉએ આજે અહીં
જી.ટી.ને આંચકો આપ્યો હતો અને 33 રને જીત મેળવી
હતી. 236 રનના વિશાળ લક્ષ્ય સામે ગુજરાતે
મજબૂત લડત આપી હતી, પણ અંતમાં
ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 202 રન કરી શકી હતી. શાહરુખ ખાને
29 દડામાં ત્રણ છગ્ગા સાથે 57, રૂધરફોર્ડ 22 દડામાં ત્રણ છગ્ગા સાથે 38, કપ્તાન શુભમન ગિલે 20 દડામાં 35, બટલરે 18 દડામાં 33 રન કર્યા હતા, પણ મોટા લક્ષ્ય સામે આ પ્રયાસ અપૂરતા હતા. હાર
છતાં 18 પોઈન્ટ સાથે જીટી પોઈન્ટ ટેબલમાં
ટોચ પર છે, જ્યારે એલએસજીના 12 અંક થયા હતા. તે અગાઉ જ પ્લેઓફની
રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. અગાઉ મિચેલ માર્શની વિસ્ફટક સદી (117) અને નિકોલસ પૂરન (પ6)ની
ધુંઆધાર ફિફટીની મદદથી ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટસે 20 ઓવરમાં બે વિકેટે 23પ રનનો મોટો સ્કોર ખડકયો હતો. ઇનફોર્મ ઓપનર
માર્શે ટાઈટન્સના બોલરોની ધોલાઇ કરીને 64 દડામાં 10 ચોગ્ગા અને
8 છગ્ગાથી 117 રનની વિદ્યતવેગી ઇનિંગ્સ રમી
હતી. જ્યારે નિકોલસ પૂરને ફકત 27 દડામાં ચાર
ચોગ્ગા અને પ છગ્ગાથી પ6 રનની આતશી
ઇનિંગ્સ રમી હતી. તેના અને માર્શ વચ્ચે બીજી વિકેટમાં માત્ર બાવન દડામાં 121 રનની ભાગીદારી થઇ હતી. આ પહેલાં
માર્શ અને માર્કરમે લખનઉને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં પ9 દડામાં 91 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. માર્કરમ 24 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 36 રન કરી આઉટ
થયો હતો. ટાઇટન્સ તરફથી અરશદ ખાન અને સાઇ કિશોરે 1-1 વિકેટ લીધી હતી. સ્કોરબોર્ડ : લખનઉ સુપર જાયન્ટસ : માર્કરમ કો.
શાહરુખ બો. સાઈ કિશોર 36, મિચેલ માર્સ
કો. રૂધરફોર્ડ બો. અરસદ ખાન 117, પૂરન અણનમ
56, પંત અણનમ 16, વધારાના 10 : કુલ્લ 20 ઓવરમાં બે વિકેટે 235 ગુજરાત ટાઈટન્સ : સાઈ સુદર્શન કો. માર્કરમ બો. ઓ'રૂરકી 21, શુભમન ગિલ કો. શમદ બો. અવેશ
ખાન 35, જોશ બટલર બો. આકાશ 33, રૂધરફોર્ડ કો. (સબ) રવિ બિશ્નોઈ, બો. ઓ'રૂરકી 38, શાહરુખ ખાન કો. (સબ) રવિ બિશ્નોઈ
બો. અવેશ ખાન 57, રાહુલ તેવટિયા કો. હિંમતસિંગ
બો. ઓ'રૂરકી 2, અરશદ ખાન કો. ઓ'રૂરકી બો. શાહબાઝ અહેમદ 1, રાશિદ ખાન અણનમ 4, રબાડા બો. આયુષ બદોની, સાઈ કિશોર બો. આયુષ બદોની 1, વધારાના 8 : કુલ્લ 20 ઓવરમાં 9 વિકેટે 202.