ભુજ, તા. 21 : રઘુવંશી ઉત્કર્ષ મંડળ રઘુવંશીનગર
ભુજ દ્વારા આયોજિત `બોક્સ ક્રિકેટ
ટૂર્નામેન્ટ' અયોધ્યા કપનો આરંભ થયો
છે. મંડળના પ્રમુખ કલ્પેશ આર. ઠક્કર વગેરે દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું,
જેમાં ભુજ લોહાણા મહાજનના પ્રમુખ મુકેશ ચંદે, ઉપપ્રમુખ
ઘનશ્યામ આર. ઠક્કર, મંત્રી હિતેશ ઠક્કર, ખજાનચી મૂળરાજ ઠક્કર, સહમંત્રી સંજયભાઇ, અયોધ્યા કપના મુખ્ય દાતા મયૂર ઠક્કર, નિરેન ઠક્કર તથા
રઘુવંશી ઉ. મંડળ, ઉપપ્રમુખ મનોજ સોનપાર, મંત્રી દિલીપ એલ. ઠક્કર, ખજાનચી હેમંત પલણ, સહમંત્રી હિમંત ગણાત્રા, સંગઠન મંત્રી પરેશ પૂજારા તથા
ભરત ઠક્કરની હાજરીમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું. આબાલ-વૃદ્ધો તથા બહેનો-બાલિકાઓની
100 ટીમ આ સ્પર્ધામાં ભાગ લઇ રહી
છે. જલારામ મંદિર ચોકમાં આયોજન થયું છે. વિવિધ વ્યવસ્થા માટે પાંચ પ્રોજેક્ટ ચેરમેન
કામગીરી કરી રહ્યા છે. પાર્થ કલ્પેશ પૂજારા, જયભાઇ સોલંકી, જય બુદ્ધદેવ હાર્દિક કેતનભાઇ ઠક્કર પ્રોજેકટ
ચેરમેન, સ્કોરર તરીકે પીયૂષ ઠક્કર તથા અમ્પાયર તરીકે ધર્મેન્દ્ર
ગોસ્વામી સેવા આપી રહ્યા છે. યુ-ટયૂબ પર લાઇવ મેચના પ્રસારણમાં કોમેન્ટેટર તરીકે પ્રિયંકાબેન
પવાણી સેવા આપી રહ્યા છે. લાઇવ પ્રસારણમાં સોમ્ય ઠક્કર, વંશ ઠક્કર
તથા કેયૂર ઠક્કર ફરજ બજાવી છે.