ભુજ, તા. 15 : ઓફિસર્સ ક્લબ ભુજ દ્વારા રાજ્યકક્ષાની
કોર્પોરેટ ટૂર્નામેન્ટ `કોર્પોરેટ
બેડમિન્ટન રણ : ફિટનેસ વિથ ફિધર'નું ભુજ
અને ગાંધીધામ ખાતે આયોજન કરાયું હતું. આયોજનમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
(ફોકીઆ)એ સહયોગ આપ્યો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ, કોર્પોરેટ કર્મચારીઓમાં
ફિટનેસ અને સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવાનો હતો. લીગ મેચનું આયોજન કેડીટીટીએ આદિપુર-ગાંધીધામ અને ઓફિસર્સ ક્લબ ભુજ
ખાતે કરાયું હતું. ગાંધીધામ ખાતેના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વેલ્સપનના
ગ્રુપ ડાયરેક્ટર બ્રિગેડિયર કાર્તિકેયન, ફોકીઆના એમ.ડી. નિમિષ
ફડકે, કેડીટીટીએનાં પ્રમુખ
તુલસી સુજાન, ખજાનચી
હરિ પિલ્લાઈ અને વિવિધ ટીમોના કેપ્ટન જોડાયા હતા. ભુજ ખાતેના ઉદ્ઘાટન સમારોહમાં
ફોકીઆ અને એગ્રોસેલના ડાયરેક્ટર ચૈતન્ય શ્રોફ,
ઓફિસર્સ ક્લબના અરુણ જૈન,
ભરત હાથી, બી.ડી. પ્રજાપતિ, લેફ્ટનન્ટ કર્નલ અમિત સાંગવાન અને વિવિધ કોર્પોરેટ ટીમોના પ્રતિનિધિઓ જોડાયા
હતા. ટૂર્ના.માં ગુજરાતની 13 કંપનીની 26 ટીમે ભાગ
લીધો હતો. 4 ટીમ મહિલાઓની હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતનાં
વિવિધ શહેરો જેવાં કે, વલસાડ,
સુરત, વડોદરા, રાજકોટ,
અમદાવાદ, ગાંધીનગર વગેરે વિસ્તારોમાંથી ખેલાડીઓએ
ભાગ લીધો હતો. કુલ 175 મેચ રમાઈ
હતી. મહિલાઓના વિભાગમાં જીએસઇસીએલની ટીમ વિજેતા અને દીનદયાલ પોર્ટ કંડલાની ટીમ ઉપવિજેતા
રહી હતી. અન્ય ટીમો આશાપુરા ગ્રુપ અને ઓફિસર્સ ક્લબ ભુજ હતી. પુરુષોના વિભાગમાં ઓએનજીસી ટીમ વિજેતા અને ઓફિસર્સ ક્લબ ભુજની ટીમ
ઉપવિજેતા રહી હતી. આ સમાપન સમારોહમાં લેફ્ટનન્ટ
કર્નલ અમિત સાંગવાન મુખ્ય મહેમાન તરીકે તથા નિમિષ ફડકે, ઓફિસર્સ ક્લબના સોન કેસરિયા, જીએસએફસીના હરીસિંઘ ગુરખા, ઈફ્કો કલોલના ભરત ટુકડિયા,
જીએનએફસીના વીરેન્દ્ર રોહિત
વગેરે જોડાયા હતા. વિજેતા ટીમને રૂા. 15,000 અને ઉપવિજેતા ટીમને રૂા. 11,000ના પુરસ્કાર અને ટ્રોફી અપાઇ હતી. રેફરી તરીકે ઇન્ડિયન બેડમિન્ટન
એસોસિએશનના લાડિંગ રેફરી વિનોદ કુરંગિયા અને તેના સહાયક તરીકે હર્ષ શાહ, ડેનિસ ગોગરી, વિનય દવે, રાજીવ
દવે વગેરેએ સેવાઓ આપી હતી. આ ટૂર્ના.માં અદાણી ગ્રુપ, એગ્રોસેલ,
ઓએનજીસી, જીએનએફસી, જીએસએફસી, કૃભકો,
ડીપી વર્લ્ડ, ડીપીટી કંડલા, આશાપુરા ગ્રુપ, ગેટકો, જીએસઇએલસી,
ઇફકો કલોલ, વેલસ્પન વગેરે ટીમોએ ભાગ લીધો હતો.
સ્પોન્સર શ્રીજી લીક્વિડ સ્ટોરેજ ટર્મિનલ્સ પ્રાઈવેટ લિમિટેડ ગાંધીધામ, સુમિટોમો કેમિકલ, રત્નમણિ મેટલ્સ અને ટયુબ્સ,
એબી બિલ્ડકોન વગેરે રહ્યા હતા. ઓફિસર્સ ક્લબના મહિપાલાસિંહ ઝાલા,
ઇરફાન સુમરા, અજિત યાદવ, સતીશ દાવડા, ડો. દીપક સુથાર અને ફોકીઆનાં મમતા વાસાણી,
રોનક પ્રજાપતિ, ધ્રુવલ ગુર્જર, ભરત બારોટ વગેરેએ સહયોગ આપ્યો હતો.