નવી દિલ્હી, તા. 15 : મુંબઈ ઈન્ડિયન્સની
ટીમ આઈપીએની આગામી સિઝનમાં અભિયાનની શરૂઆત ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વગર કરશે. અનુભવી
ઝડપી બોલર બુમરાહ પીઠની ઈજામાંથી બહાર આવી રહ્યો છે અને તેને પૂરી રીતે ફીટ થવામાં
થોડો સમય લાગશે. બુમરાહ બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં ઈજામાંથી બહાર આવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તે
એપ્રિલની શરૂઆતમાં ટીમ સાથે જોડાય તેવી સંભાવના છે. અહેવાલ અનુસાર બુમરાહ આઈપીએલ 2025ના શરૂઆતી મેચમાંથી બહાર થઈ
શકે છે કારણ કે હજી સુધી જાન્યુઆરીમાં લાગેલી પીઠની ઈજામાંથી બહાર થઈ રહ્યો છે. મુંબઈ
ઈન્ડિયન્સની ટીમ માર્ચમાં ત્રણ મેચ રમવાની છે. તેવામાં શરૂઆતી મેચ બુમરાહ વિના જ રમશે.
મુંબઈનો આઈપીએલ 2025નો પહેલો
મુકાબલો ચેન્નઈ સુપરકિંગ્સ સામે 23 માર્ચના થવાનો
છે. 29 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે
ટકરાશે અને 31 માર્ચના કોલકાતા સામે મુંબઈ
ટકરાશે. આ ત્રણેય મેચમાં બુમરાહ રમતો જોવા મળશે નહી. એપ્રિલમાં જો મેડિકલ ટીમ ફીટ ઘોષિત
કરશે તો ચાર માર્ચના લખનઉ સામે રમાનારી મેચમાં બુમરાહ રમતો જોવા મળશે.