દુબઇ, તા. 11: ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી
ભારતીય ટીમના પાંચ ખેલાડીને આઇસીસી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં જગ્યા મળી છે. જો કે, ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કપ્તાન રોહિત
શર્માને આ ટીમમાં જગ્યા મળી નથી. ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન મિચેલ સેંટનર આ
ટીમનું નેતૃત્વ સંભાળશે. ટૂર્નામેન્ટમાં શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કરનાર અક્ષર પટેલ આ
ટીમનો 12મો ખેલાડી છે. ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં
ભારતના વિરાટ કોહલી, શ્રેયસ અય્યર,
કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી છે.
ટીમમાં યજમાન દેશ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકા જેવી મોટી ટીમના એક પણ ખેલાડી પસંદ થયા નથી. ટીમમાં
ફકત ભારત, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનના ખેલાડી પસંદ થયા છે. આઇસીસી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ: રચિન રવીન્દ્ર,
ઇબ્રાહિમ ઝારદાન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અજમતુલ્લાહ ઓમરાઝાઇ, મિચેલ સેંટનર (કેપ્ટન), મોહમ્મ્દ શમી, મેટ હેનરી, વરુણ ચક્રવર્તી અને 12મો ખેલાડી અક્ષર પટેલ.