• શુક્રવાર, 28 માર્ચ, 2025

હેરીબ્રુકે આઈપીએલ કરાર નકાર્યો : બે વર્ષ પ્રતિબંધ ?

નવી દિલ્હી, તા. 10: ઇંગ્લેન્ડ ટીમના યુવા અને પ્રતિભાશાળી બેટર હેરી બ્રુકે આઇપીએલનો 6.2પ કરોડ રૂપિયાનો કરાર ઠુકરાવ્યો છે. આઇપીએલના મેગા ઓકશનમાં હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સ ટીમે સવા છ કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદ્યો હતો. હવે તેણે અંગત કારણોસર આઇપીએલમાંથી હટી જવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ કારણે તેના પર આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ બે વર્ષનો પ્રતિબંધ મુકી શકે છે. આથી તે આઇપીએલની આગામી બે સીઝનમાં પણ રમી શકશે નહીં. આઇપીએલના નિયમ અનુસાર ઓકશનમાં ભાગ લેનાર ખેલાડીએ સીઝનની શરૂઆતમાં જે-તે ટીમ માટે ઉપલબ્ધ રહેવાનું હોય છે. આ નિયમમાં ખેલાડીને છૂટ ફકત ઇજા માટે મળે છે. આ માટે તેણે તેના દેશના ક્રિકેટ બોર્ડનું મેડિકલ સર્ટીફિકેટ આપવું પડે છે. હેરી બ્રુક હાલ ફિટ છે. છતાં તેણે આઇપીએલ ફ્રેંચાઇઝી દિલ્હી કેપિટલ્સ સાથેનો કરાર વિના કારણ ઠુકરાવ્યો છે. આ સ્થિતિમાં તેના પર બે સીઝનનો પ્રતિબંધ લાગી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd