દુબઈ, તા.10 : ટીમ
ઈન્ડિયાના ઐતિહાસિક વિજયના બીજા જ દિવસે સોમવારે પોતાની 12 સભ્યની
સ્ક્વોર્ડનું એલાન કરનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ આશ્ચર્યજનક
ફેંસલારૂપે `ચેમ્પિયન'
ટીમના સુકાની રોહિત શર્માને જ સ્ક્વોર્ડમાં સ્થાન આપ્યું નથી.
સાથોસાથ ચેમ્પીયન્સ ટ્રોફીની
યજમાન ટીમ પાકિસ્તાનમાંથી પણ કોઈ જ ખેલાડીને આ સ્કવોર્ડમાં સામેલ કરાયો નથી.
ટુર્નામેન્ટમાં ભાગ લેનાર
આઠમાંથી માત્ર ત્રણ ટીમોના ખેલાડીઓને જ 12 સભ્યોની સ્કવોર્ડમાં સ્થાન
અપાયું છે.
ટીમ ઈન્ડિયામાંથી વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ.રાહુલ, મોહમ્મદ શમી, વરૂણ
ચક્રવર્તી અને અક્ષર પટેલને સામેલ કરાયા છે.
એ સિવાય ઉપવિજેતા ન્યૂઝીલેન્ડના
રીચન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેંટનર અને મેટ હેનરીને
આઈસીસીની સ્ક્વોર્ડમાં સ્થાન અપાયું છે.
ખાસ જાણવા જેવી વાત છે કે, આઈસીસીની આ સ્કવોર્ડના
સુકાની તરીકે સેંટનરની પસંદગી કરાઈ છે. અફઘાનીસ્તાનના ઈબ્રાહિમ.... અને અજમતુલ્લાહ
ઉમર... જગ્યા મળી છે.
યજમાન પાકિસ્તાન સિવાય દક્ષીણ
આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,
બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડના કોઈ પણ ખેલાડીને સ્થાન અપાયું નથી.