• શુક્રવાર, 28 માર્ચ, 2025

ખેલ મહાકુંભ : ભુજ જીમખાનાના લોન ટેનિસ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ જીત્યા

ભુજ, તા. 7 : `ખેલ મહાકુંભ'ની જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધા કચ્છના ભુજ-અંજાર તથા માંડવી ખાતે જુદી-જુદી વયજૂથમાં યોજાઇ હતી, જેમાં  ભુજ જીમખાનાના લોન ટેનિસના ખેલાડીઓએ જુદા-જુદા વયજૂથમાં ભાગ લઇ અને સ્પર્ધા જીતી હતી. અન્ડર-14 સિંગલ્સમાં હેત વોરા પ્રથમ, અન્ડર-17 સિંગલ્સમાં આયુષ્ય દીવાન પ્રથમ, અન્ડર-17 સિંગલ્સમાં અયાસ મેમણ દ્વિતીય, મેન ઓપન સિંગલ્સમાં ઓમ ઠક્કર દ્વિતીય અને સિંગલ્સમાં હેત શાહ તૃતીય, મેન ઓપન ડબલ્સમાં સમીર લાડકા અને શૌફીન મન્સુરી પ્રથમ, ઓપન મિક્સ ડબલ્સમાં જાન્વી ઠક્કર, સમીર લાડકા પ્રથમ, વૂમન સિંગલ્સમાં જાન્વી ઠક્કર તૃતીય, એબોવ-40 સિંગલ્સમાં યોગેશ જોષી પ્રથમ, એબોવ-40 ડબલ્સમાં યોગેશ જોશી અને ડો. પરાગ મર્દાનિયા પ્રથમ, એબોવ-40 ડબલ્સમાં રવિ રાજગોર અને રામ જેઠી દ્વિતીય, એબોવ-40 સિંગલ્સમાં રવિ રાજગોર તૃતીય, એબોવ-40 મહિલા કેટેગરીમાં જેલમ વરૂ  દ્વિતીય, એબોવ-40 મિક્સ ડબલ્સમાં કિશન વરૂ તથા જેલમ વરૂ પ્રથમ, એબોવ-60 સિંગલ્સમાં મનીષ ઠક્કર પ્રથમ અને એબોવ-60 ડબલ્સમાં પી. એન. રાઠોડ, મનીષ ઠક્કર પ્રથમ વિજેતા બન્યા હતા. આ ખેલાડીઓ આવનારા દિવસોમાં અમદાવાદ તથા ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ભુજ જીમખાના પ્રમુખ બહાદૂરસિંહ જાડેજા, ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, સેક્રેટરી મહિપતસિંહ રાઠોડ, ટેનિસ સેક્રેટરી કિશનભાઇ વરૂ, ઇન્ડોર સેક્રેટરી રાજુભાઇ ભાવસાર તથા ટેનિસ ખેલાડી મિત્રોએ વિજેતા ખેલાડીઓની સફળતાને બિરદાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd