• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

પાકને `હાઈબ્રિડ મોડલ'ની ચેતવણી

દુબઇ, તા.પ : ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઇને આઇસીસીની આજે ગુરુવારે મળેલી વર્ચ્યુઅલ બેઠક પર કોઈપણ પ્રકારના નિર્ણય વિના સ્થગિત થઈ હતી. હવે શનિવારે (7 ડિસેમ્બર) યોજાનાર આઇસીસી બેઠકમાં અંતિમ ફેસલો આવશે તેવી આશા છે. આઇસીસીએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હાઇબ્રિડ મોડલ સ્વીકારી  લેવાનું   કહી  દીધું છે. અહેવાલ અનુસાર આઇસીસી તરફથી પીસીબીને આ છેલ્લી ચેતવણી મળી છે. પીસીબીના ચેરમેન નકવીએ કહ્યંy છે કે, અમે એકાદ દિવસમાં નિર્ણય લેશું અને આઇસીસીને જાણ કરશું. પીસીબીએ આઇસીસી અને બીસીસીઆઇ સમક્ષ 4-પ શરતો મૂકી છે. જેના લીધે આજે પણ ઉકેલ આવી શક્યો ન હતો. આઇસીસીના નવા ચેરમેન જય શાહ આજની બેઠકમાં  પીસીબીને કડક ભાષામાં કહી દીધું હતું કે, હાઇબ્રિડ મોડલ જ હિતાવહ રહેશે. તેને અપનાવી લો. આ પછી પીસીબીના અધિકારી કુણા પડયા હતા અને એક દિવસનો સમય માંગ્યો હતા.  અગાઉ પીસીબીએ એવી શરતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાઇબ્રિડ મોડલ સ્વીકારવાની વાત કરી હતી કે ભારતમાં ભવિષ્યમાં રમાનાર આઇસીસી ટૂર્નામેન્ટમાં પણ આજ વસ્તુ લાગુ કરવામાં આવે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવા આડે હવે 100થી પણ ઓછા દિવસ બચ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં આયોજન થયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd