• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

આક્રમક અભિષેક : 28 દડામાં સદી સાથે ઉર્વિલની પડખે

રાજકોટ, તા.પ : પંજાબના ઓપનિંગ બેટધર અભિષેક શર્માએ સૈયદ મુસ્તાક અલી ટી-20 ટ્રોફીમાં આજે અહીં મેઘાલય સામે મેચમાં 28 દડામાં સદી ફટકારી હતી. તે ભારત તરફથી ઉર્વિલ પટેલની સાથે સૌથી ઓછા દડામાં સદી કરનારો બેટધર બની ગયો છે. ઉર્વિલ પટેલે પણ તાજેતરમાં 28 દડામાં સદી કરી હતી. અભિષેક શર્માએ પંજાબ તરફથી આતશી બેટિંગ કરીને 29 દડામાં અણનમ 106 રન કર્યા હતા. જેમાં આઠ ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ હતા. અભિષેકની આતશી સદીથી પંજાબ ટીમે ફકત 9.3 ઓવરમાં 144 રન કરી મેઘાલય સામેની મેચ જીતી લીધી હતી. ટી-20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ ઇસ્તોનિયાના સાહિલ ચૌહાણનાં નામે છે. તેણે સાઇપ્રસ સામે 27 દડામાં સદી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd