• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન ગુમાવશે ?

નવી દિલ્હી તા.12 : આવતા વર્ષે ફેબ્રુઆરીના પ્રારંભે પાકિસ્તાન ધરતી પર આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીનો મામલો વધુ ગૂંચવાયો છે. ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે નહીં, તેવી જાણકારી બીસીસીઆઇ આઇસીસીને આપી ચૂકયું છે. આ પછી પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ પર રમાડવાનું નકારી ચૂકયું છે. હવે આજે એવા અહેવાલ સામે આવ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની પાકિસ્તાન યજમાની ગુમાવી શકે છે અને આ અંગેની જાણકારી આઇસીસીએ પીસીબીને આપી પણ દીધી છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ આ મુદે પાકિસ્તાની સરકાર પાસે સલાહ માંગી છે. પાકિસ્તાનના એક ટોચના અખબારે દાવો કર્યો છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાશે તો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખસી જશે. અહેવાલ અનુસાર દ. આફ્રિકા અથવા યૂએઇમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઇ શકે છે. ગત વર્ષે પાકિસ્તાનને એશિયા કપની યજમાની મળી હતી. ત્યારે ભારતની મેચ શ્રીલંકામાં રમાઇ હતી. પીસીબી કહે છે કે અમે ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપ રમવા ભારત આવ્યા હતા. હવે ભારતીય ટીમ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી રમવા આવે. ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારે 3 મેચની ટેસ્ટ શ્રેણી ભારતે જીતી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang