કોલકાતા, તા. 12 : ભારતનો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી
2023 વન-ડે વર્લ્ડકપ ફાઇનલ પછી પહેલીવાર સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવા તૈયાર છે.
શમી આવતીકાલ તા. 13મીથી ઇન્દોરમાં રમાનારી મધ્યપ્રદેશ વિરુદ્ધની રણજી ટ્રોફી મેચમાં
બંગાળ ટીમ તરફથી રમશે. બંગાળની રણજી ટ્રોફી ટીમમાં શમીનો સમાવેશ કરાયો છે. શમી લાંબા
સમયથી ઇજાને લીધે મેદાન બહાર છે. તેણે ઘૂંટીની સર્જરી બાદ લાંબા સમય સુધી સ્વસ્થ થવાની
પ્રક્રિયા પાર પાડી છે. પાછલા છ મહિનામાં મોટાભાગે તે એનસીએમાં રીહેબમાં વ્યસ્ત હતો.
સમયસર ફિટ ન થવાથી શમીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસની ભારતની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો નથી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તા. 22 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. કપ્તાન રોહિત શર્માએ તેની ફિટનેસ અંગે કહ્યંy હતું કે તે અનફિટ છે. આથી તેને અમે ઓસ્ટ્રેલિયા
લઇ જશું નહીં. હવે શમી લાલ બોલ ક્રિકેટ મેચ રમી વાપસી કરી રહ્યો છે. તેના દેખાવ અને
ફિટનેસ પર પસંદગીકારોની અને આઇપીએલ ફ્રેંચાઈઝીઓની નજર રહેશે. ગુજરાત ટાઇટન્સ ટીમે શમીને
છૂટો કરી દીધો છે. હરાજીમાં તેની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા છે.