ભુજ, તા. 17 : જિલ્લા કક્ષાની જુડો (ગર્લ્સ) સ્પર્ધામાં મુસ્લિમ
એજ્યુકેશન શાળાએ શાનદાર દેખાવ કરી 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.જિલ્લા
કક્ષાની અંડર-14, 17, 19 ગર્લ્સ જુડો સ્પર્ધામાં મુસ્લિમ એજ્યુકેશન ગુજરાતી માધ્યમ
અને અંગ્રેજી માધ્યમની દીકરીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓને શાળાના રમત-ગમત શિક્ષક
અયાઝ એચ. ઝાખરા, હમીદ સુમરા, મુશાહિદ શેખ, રાઠોડ અવનીબેને માર્ગદર્શન પૂરું પાડયું
હતું. શાળાના આચાર્ય તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન આપ્યા હતા. અંડર-17માં સુમરા મારિયા, અંડર-14માં સમા ખુશી અને અંડર-14માં
ખત્રી ઇકરાને ગોલ્ડ, અંડર-17માં પઠાણ એન્જલ, મોગલ ઇન્જેલા અને અંડર-19માં સમા એન્જલા,
અંડર-14માં સમા સુજા, અંડર-17માં સમા રીદા, આરબ અજવા, ખત્રી અદલીફ ફાતેમા, લંગા તન્હાજ,
ખત્રી રેહાનાને રજત, અંડર-17માં ચંગલ મેહરીન, શેખ તામસીન, સુમરા હવાબાઇ, અંડર-19માં
દાસ કરીના, પટણી અલવીરા અને સુમરા હુમેરાને કાંસ્ય મળ્યો હતો. ખેલાડીઓ અલગ અલગ કેટેગરીમાં
વિજેતા થયા હતા.