• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

જોકોવિચે ઓલિમ્પિકમાં પહેલી વખત સુવર્ણચંદ્રક જીતી ઈતિહાસ રચ્યો, અલ્કરાઝને હરાવ્યો

પેરિસ, તા. 4 : દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ઓલિમ્પિકમાં પુરુષ સિંગલની મેચમાં કાર્લોસ અલ્કરાઝને હરાવી પહેલીવાર ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક હાંસિલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. ઓલિમ્પિકમાં પહેલીવાર ફાઈનલમાં ઉતરેલા જોકોવિચ અને અલ્કરાઝ વચ્ચે જામેલા રોમાંચક મુકાબલામાં સર્બિયાના 37 વર્ષીય રમતવીરે અલ્કરાઝને 7-6, 7-6થી હાર આપી હતી. આ સાથે જોકોવિચ 1988માં  સ્ટેફી ગ્રાફ બાદ ઓલિમ્પિક ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ જીતવાવાળો સૌથી મોટી ઉમરનો ખેલાડી બની ગયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang