• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ગાંધીધામ-આદિપુર ફોટોગ્રાફર એસોસીએશનનો એકતા મુદ્દે ભાર

ગાંધીધામ, તા. 4 : ગાંધીધામ - આદિપુર ફોટોગ્રાફર - વીડિયોગ્રાફર એસોસીએશનની વાર્ષિક બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનની એકતા સહિતના મુદ્દે  ભાર મુકાયો હતો. બેઠકમાં વર્ષ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો અને સેમિનારોની  માહિતી મંત્રી જયભાઈ ખબરાણીએ  આપી હતી. ખજાનચી મનોજ રાઠોડે હિસાબો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સંગઠનના પ્રમુખ પરેશભાઈ પટેલે સભ્યોને  દિવાળીની શુભેચ્છા આપી  એસોસીએશનની પારદર્શકતા, જવાબદારી અને સંગઠનાત્મક કાર્યશૈલીને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. એસોસીએશનના 24 વરસના સમયગાળામાં  પ્રથમ વખત તમામ સભ્યોને મીઠાઈ તથા ભેટ વિતરણ કરાતાં આનંદની લાગણી પ્રસરી હતી.  નવી ટીમ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય હેતુ એસોસીએશનના દરેક સભ્યને સંગઠન સાથે જોડાયેલા હોવાની ગૌરવપૂર્ણ અનુભૂતિ તથા સૌના સહકાર અને સહભાગિતાથી સંગઠનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો  છે. બેઠકમાં ઉપસ્થિત એસોસીએશનના ટ્રસ્ટીઓ, સિનિયર ફોટોગ્રાફરો અને સલાહકાર તેમજ ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફર સભ્યોએ એસોસીએશનની પ્રવૃત્તિઓને વધુ સક્રિય, રચનાત્મક અને સભ્યલક્ષી બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંધીધામ- આદિપુર ફોટોગ્રાફર -વીડિયોગ્રાફર એસોસીએશનના મનોજભાઈ વરૂ ( ફોટો ફાસ્ટલેબ), નિર્મલભાઇ મણિયાર - (ફોટુવાલા),  અભિષેકભાઈ ઠાકર (ગાંધીધામ ફોટો હાઉસ)નો આર્થિક સહકાર મળ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd