• સોમવાર, 25 મે, 2026

સત્સંગ આત્મા અને પરમાત્માનું મિલન કરાવે

મોરજર (તા. નખત્રાણા), તા. 24 : સદગુરુની ભક્તિ પરમતત્વ પ્રાપ્ત કરાવે છે. ભક્તિમાં રંગાયેલ મનુષ્ય ગુરુપદ પ્રાપ્ત કરે છે. સતસંગ આત્મા અને પરમાત્માનું મિલન કરાવે છે. તેવું વ્યાસાસ્થાનેથી મહામંડલેશ્વર 1008 કમકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું.  પુંજલ દાદા આશ્રમ ખાતે ચાલી રહેલ શ્રીરામ કથાના આઠમાં દિવસના ભોજનના દાતા ચારણ જીનામ ગ્રુપ ઝરપરા અને ખાટરિયા પરિવાર આંબાપર જ્યારે નવમાં દિવસના ભોજનના દાતા સમસ્ત મોરઝર ચારણ સમાજનું યોગદાન મળ્યું છે. આ પાવન અવસરે પુ. દિલીપદાદા કાપડીના આમંત્રણને આદર આપીને મોટી સંખ્યામાં સાધુ, સંતો, મહંતો, સમાજોના આગેવાનો હાજર રહ્યા હતા. આ પાવન પ્રસંગે પુ. મહંત સંતરામ સાહેબ (લીંબડી), પુ. મહંત વજેરામનંદ બાપુ (પીપડી), મહંત કલ્યાદાસબાપુ, મહામંડલેશ્વર, મુળજીદાદા (ધ્રંગ), જગજીવનદાસજી (બિબર), પુ. ભરતદાદા (ભારાપર), મહંત સુશ્રી જયશ્રી માતાજી (નાગલપર), પુ. કામથી માતાજી (ખાખર), વિશાલ મહારાજ, શાત્રી કશ્યપ મહારાજ, શાત્રી દિલીપ મહારાજ, પુ. શાત્રી વૃશ્વિક મહારાજ હાજર રહી આરતીમાં જોડાયા હતા. જ્યારે રાજકીય આગેવાનોમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શાંતિલાલ ભાવાણી, જિ.પં. સદસ્ય રાજેશભાઈ આહિર, વિનયભાઈ ઘડા (મુંબઈ), ખાનજી જાડેજા (ભુજ), સુરૂભા જાડેજા (માતાના મઢ), વેસલજી દાદા (ખાનાય), ચંદુભાઈ રૈયાણી, ભરતભાઈ રૈયાણી (કે.એન.), કૃષ્ણકાંત પંડયા, મંગલભાઈ વાળંદ, ખેતસી રાઠોડ, રાજાભાઈ ભરવાડ (ભુજ), હરિભાઈ કાપડી, નવીન કાપડી, દિનેશભાઈ (લાખોંદ) વિગેરેની ઉપસ્થિત  રહ્યા હતા. આ તકે વિથોણ મુસ્લિમ સમાજે પુ. દિલીપ દાદાને કચ્છી પાઘડી પહેરાવી તેમના સેવા કાર્યોને બિરદાવ્યા હતા અને કોમી એક્તાની તેમજ ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું હતું અને લોકોને ભોજન પીરસવામાં જોડાયા હતા. મુસ્લિમ સમાજે દિલીપ દાદાને મેકરણ દાદાની ઉપમાં આપી હતી. કથા વિરામ બાદ પુજ્ય માતાજીએ ભોજન શાળાની મુલાકાત લઈને સેવાથી પ્રભાવીત થયા હતા. કથાના નવ દિવસ સુધી સાત ગામના પશુઓને નિરણ અને શ્વાન માટે નિત્ય ભોજન આપવા વિથોણની જીવદયા સમિતિ સેવાને સમર્પિત છે. 

Panchang

dd