ગાંધીધામ,તા.24 : દેશના અગ્રહરોળના દિનદયાળ
પોર્ટ ઓથોરીટી અને ભારતીય ચોખા નિકાસકારો ફેડરેશનના ઉપક્રમે કંડલા જે.ટી નં.16 ખાતે શ્રમિકો માટે અન્નક્ષેત્ર અને છાશવિતરણ પ્રકલ્પનો ઉદધાટન સમારંભ યોજાયો હતો.
મહેનત કરતા બંદર કર્મચારીઓના કલ્યાણ અને સુખાકારી માટે સમર્પિત એક હૃદયસ્પર્શી પહેલમાં
આવી છે.ડીપીએ ના ચેરમેન સુશીલ કુમાર સિંહે
રીબીન કાપીને આ એક અઠવાડીયા
સુધી ચાલનારા પ્રકલ્પને ખુલ્લો મુકાયો હતો.ચાલુ ઉનાળાની ઋતુ દરમિયાન બંદર પરિસરમાં
અથાક મહેનત કરતા સમર્પિત શ્રમિક ભાઈઓ અને બહેનોને પૌષ્ટિક ખોરાક અને તાજગી આપતી છાશ
પીરસવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય ચોખા નિકાસકારો ફેડરેશન (આઈ.આર.ઈ.એફ) દ્વારા આ પ્રકલ્પમાં સહયોગ સાંપડયો હતે. આ પ્રસંગે ડીપીએ ના અધ્યક્ષે બંદર કર્મચારીઓના કલ્યાણ માટે
હાથ ધરવામાં આવેલી વિચારશીલ માનવતાવાદી પહેલની પ્રશંસા કરી અને ભાર મૂક્યો કે બંદરની
તાકાત તેના મહેનતુ શ્રમિકોમાં રહેલી છે. જેઓ દેશના દરિયાઇ ક્ષેત્રની પ્રગતિ અને વિકાસમાં
સાચા ભાગીદાર રહે છે. શરૂઆતમાં, ભારતીય ચોખા નિકાસકારો ફેડરેશનના પ્રતિનિધિઓએ ડીપીએના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહ અને વહીવટીતંત્રનો સંપૂર્ણ સમર્થન, સહકાર અને હિસ્સેદારોના કલ્યાણ
અને વેપાર સુવિધા પ્રત્યે સક્રિય અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો. ફેડરેશન દ્વારા ડીપીએ
દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રગતિશીલ પહેલોની પણ પ્રશંસા કરવામાં આવી, ખાસ કરીને નવી
અમલમાં મુકાયેલી બર્થિંગ નીતિ, જેનાથી બંદર વપરાશકર્તાઓને નોંધપાત્ર લાભ થશે અને કાર્યકારી
કાર્યક્ષમતામાં સુધારો થશે તેવી આશા વ્યકત કરી હતી.ઉદ્ઘાટન સમારંભમાં ડીપીએના ટ્રાફિક
મેનેજર બી. રત્ના શેખર રાવ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને મંત્રી મહેશ તીર્થાણી ભારતીય
ચોખા નિકાસકારો ફેડરેશનના પ્રમુખ નરેન્દ્ર રામાણી અને ઉપપ્રમુખ નિકિત રામદાસાણી સહિતના
અગ્રણીઓ હાજર રહયા હતા.