• સોમવાર, 25 મે, 2026

કચ્છના પિતા-પુત્રને રાજ્ય કક્ષાના એવોર્ડથી નવાજાયા

ભુજ, તા. 24 : ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કલાકાર અને યુવા કલાકારનો એવોર્ડ મેળવીને પિતા-પુત્રે કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગુજરાત રાજ્ય  કલા શિક્ષક સંઘ  દ્વારા 24મો  કલાકારો, ચિત્રશિક્ષકો અને  વિદ્યાર્થીઓનો  સન્માન સમારંભ લાયન્સ હોલ-આણંદ ખાતે  યોજવામાં આવ્યો હતો, જેમાં  કલાકારોને સન્માનપત્ર, શાલ, મોમેન્ટો આપીને સન્માન્વામાં આવ્યા.આ કાર્યક્રમમાં કચ્છના જાણીતા કલાકાર બુજ્જીબાબુ દોંગા (બાબુસર)ને આણંદ ખાતે   કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કલાકાર સન્માન  કલાગુરુ રવિશંકર રાવળ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તો તેમના પુત્ર લક્ષ દોંગાને ચિત્રકલાક્ષેત્રે તેમની વિશિષ્ટ સિદ્ધિઓ માટે રાજ્ય સ્તરેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના આદ્યસ્થાપક અરવિંદ વાકાણી, જાણીતા આંતરરાષ્ટ્રીય કલાકાર અશોક ખાંટ, પેન્શનર યુનિયનના પ્રમુખ વિપિનભાઈ પંડયા અને જાણીતા આર્કિટેક્ટ મયંક રાવલ દ્વારા શાલ ઓઢાળી, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ પરેશ સેવક, મહામંત્રી જિજ્ઞેશ લિંબચિયા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર  કમલેન્દુ મહેતા, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી વિશ્વા રાવલની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd