ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ બુધવારે મુંદરા પોર્ટ
અને સેઝ વિસ્તારમાં આવેલા સોલાર તેમજ વિન્ડ મેન્યુફેક્ચારિંગ પ્રોજેક્ટોની મુલાકાત
લીધી હતી. આજે સવારે મુંદરા એરપોર્ટ પર ઓરિસ્સાના મુખ્યમંત્રીનું આગમન થયા બાદ અદાણી
પોર્ટના મેનાજિંગ ડાયરેક્ટર કરણ ગૌતમભાઈ અદાણી તેમજ એક્ઝિક્યુટ ડાયરેક્ટર રક્ષિતભાઈ
શાહે આવકાર આપ્યો હતો. આ ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ પક્ષના વિવિધ
પદાધિકારીઓએ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું. આ સંદર્ભે કોઈ સત્તાવાર વિગતો
જારી કરવામાં નહોતી આવી, પરંતુ જાણવા
મળ્યા પ્રમાણે ઓરિસ્સા એ કાંઠાળ રાજ્ય છે અને
પોર્ટના વધુ વિકાસથી પૂર્વના દેશો સાથે કાર્ગો પરિવહન વધારી શકાય એવી વિકાસની સંભાવનાઓ
છે. અદાણી પોર્ટના ઓરિસ્સામાં બે પોર્ટ છે, ધર્મા પોર્ટ અને ગોપાલપુર
પોર્ટ. આ ડ્રાય પોર્ટને ભવિષ્યમાં મલ્ટિકાર્ગો પોર્ટ તરીકે વિકસિત કરવાની સંભવિત યોજના
છે. હાલમાં જ્યારે અમેરિકા-ઈરાન યુદ્ધ અને સ્ટેટ ઓફ હોર્મુઝમાં દરિયાઈ પરિવહનની કટોકટી
ચાલી રહી છે, ત્યારે પૂર્વ દેશોથી લિક્વિડ કાર્ગોનો વૈકલ્પિક
પરિવહન માર્ગ વિકસાવવાનો ભારત સરકાર પ્રયાસ કરી રહી છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી મુંદરા
પોર્ટનો વિકાસ જોઈને પ્રભાવિત થયા હતા. આ દૃશ્યમાં શ્રી માંઝી સાથે કરણ અદાણી અને દેવજીભાઈ
વરચંદ દેખાય છે.