મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 6 : કચ્છની કોમી
એકતાના પ્રતીક સમા હાજીપીર બાબાની દરગાહ નજીક આવેલા ઓલિયા મુબારક પીરની દરગાહ ખાતે
અઠોડિયા મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિ ઝળકી હતી. ત્રણ દિવસ ચાલેલા મેળામાં એક લાખથી વધુ
શ્રદ્ધાળુઓ ઊમટયા હતા. મેળામાં અબડાસા, લખપત, નખત્રાણા, ભુજ, માંડવી અને નજીકના ગામડાંઓના લોકો આવ્યા હતા. માલધારી કાઢી જત પરંપરાગત પોશાકમાં
નજરે પડતા હતા. શ્રદ્ધાળુઓએ માથું ટેકવ્યું હતું અને પોતાની મન્નત પૂરી કરી હતી. વિવિધ
સ્ટોલો કટલેરી, રમકડાં, ખાણી-પીણી,
ઠંડાં-પીણાં, શેરડીનો રસ, ગોલાની લોકોએ મોજ માણી હતી. હાજીપીર વ્યવસ્થાપક સમિતિ, મુજાવર પરિવાર અને લુણા ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી. ડીવાય.એસ.પી.
ભુજ ડિવિઝન ડો. વિશ્વા શાહએ દરગાહ ઉપર માથું ટેકવ્યું હતું. હાજીપીર પોલીસ સ્ટેશનના
પીએસઆઇ વી. ડી. ગોહિલ સાથે રહ્યા હતા. સરપંચ ઇસ્માઈલ હાજી ભચાયા, તલાટી અમીન સમા, ઉમેશભાઈ આચાર્ય, અદ્રેમાન મુજાવર, લતીફ મુજાવર, ઈકબાલ મુજાવર, હાજી દાઉદ, હાજી
અબાસ, કાસમ જુસબ, ઈસ્માઇલ મુજાવર,
નૂરમામદ મુજાવર, અબ્દુલ તમાચી, ઈકબાલ અબ્દુલા બાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.