• શુક્રવાર, 15 મે, 2026

ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જા માટે કથાના માધ્યમ દ્વારા પ્રયાસ

માનકૂવા (તા. ભુજ), તા. 6 : અહીંના જૂનાવાસ સ્થિત ઠાકોરજી મોહનરાય મહારાજ મંદિરનો 69મો પાટોત્સવ ઊજવાયો હતો. ગૌભક્ત ધનેશ્વરભાઈ જોષી (પંડિત), રાયમલધામ, અંજાર શ્રીરામ કથા પારાયણનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું. કથા દરમ્યાન રામ જન્મોત્સવ, ધનુષ્ય ભંગ, રામ ભરત મિલાપ, રામ રાજ્યાભિષેક સહિતના વિવિધ અવસરો ઊજવાયા હતા. વ્યાસપીઠ પરથી શ્રી જોષીએ સાંપ્રત સમયમાં માતા-પિતા-વૃદ્ધોની સેવા સાથે ગૌમાતાની સેવા કરવાની શીખ આપી હતી. કથા વક્તા દ્વારા દરેક જગ્યાએ કથા દરમ્યાન ગાય માતાને રાષ્ટ્રીય માન્યતા માટે ફોર્મ અરજીમાં ગૌપ્રેમીઓએ સકારાત્મક મંતવ્ય આપીને આ કોપી એકત્રિત કરી સરકારના પ્રતિનિધિ મામલતદાર - કલેક્ટર સુધી તે આવેદન પહોંચે તેવી પહેલ કરાઈ હતી તેના ભાગરૂપે કાર્ય કરવાનો  સંતોષ વ્યક્ત કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય યજમાન પદે 477 સ્થાપિત એક જ આરસ પહાણના પથ્થરમાંથી મોહનરાયજી મહારાજ સાથે રૂક્ષ્મણિજી અને રાધીકાજીની મૂર્તિ કંડારેલ છે, જે મૂર્તિ દ્વારકાથી અબોટી બ્રાહ્મણોના પૂર્વજો દ્વારા સ્થાપિત કરાઈ હોવાનો મહિમા વર્ણવ્યો હતો. કથાના આચાર્ય શાત્રી કપિલજીભાઈ ઉપાધ્યાય, ઉપાચાર્ય ઋષિકુમાર ઉપાધ્યાય, સૂર્યકાંતભાઈ કાનડે, દેવકુમાર શર્માએ સહયોગ આપ્યો હતો. સંચાલન રમેશભાઈ વરસાણી અને ચંપકભાઈ સિયાણીએ કર્યું હતું. 

Panchang

dd