ભુજ, તા. 2 : વિશાળ
અને દુર્ગમ સરહદી પ્રદેશ કચ્છની ઉનાળાની ગરમીથી સૌ પરિચિત છે એમાંય રણમાં આગ ઝરતી
ગરમીમા માભોમની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે નાગરિક ધર્મ
બજાવવો એ આપણા સૌની ફરજ છે. ત્યારે માધાપર જખબૌતેરા સંઘના મોભી પ્રવિણ નંદુએ આરતી ફાઉન્ડેશનના સહયોગથી સીમા
સુરક્ષા દળ બટાલિયન 90ને બે એરકંડીશનર, 3 વોટર કુલર, ચાર ડિસ્પેન્સર, બે ટીવી ફ્રિઝ, સાઉન્ડ સિસ્ટમ, ડાઇનિંગ ટેબલ, ખુરશીઓની ભેટ અપાઇ હતી. જખ મંદિરના પ્રાંગણમાં આ વસ્તુઓ
આસિસ્ટન્ટ કમાન્ડર પરમેશકુમાર અને સાથી જવાનોને આરતી ફાઉન્ડેશનના સી.એસ.આર.
ડાયરેકટર લાલ રાંભીયા, માધાપર જખ બૌતેરાં સંઘના ટ્રસ્ટી નરેશ
શાહ, મેનેજર પ્રવિણ સોની અને હિતેશ ગજ્જરના હસ્તે આપવામાં આવી હતી.
પરમેશકુમારે આભાર પ્રગટ કરતા કહ્યું કે આ સહયોગથી સીમાના સંત્રીઓની સુવિધા અને
રક્ષતામાં નિશ્ચિત રૂપે વૃદ્ધિ થશે જ. લાલ રાંભીયાએ કહ્યું કે, અમે તો માત્ર ભૌતિક વસ્તુઓની ભેટ ધરીએ છીએ. પણ આપ સૌ વીર જવાનોને જાન
હથેળીમાં લઇને અમારા સૌની રક્ષા કરો છો, જેનું મૂલ્ય કોઇ
રીતે આંકી ન શકાય. નરેશ શાહે સૌને જખ મંદિરના ભવ્ય પ્ર્રાંગણની પ્ર્રદક્ષિણા કરાવી
હતી. દિવાલો પર ભારતરત્ન પ્ર્રાપ્ત પ્રતિભાઓ અને પરમવીર ચક્ર વિજેતા જવાનોના
પેઇન્ટિંગ જોઇને પરમેશકુમારે રાજીપો વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં વિવિધ લક્ષી
હોલનું રમત ગમત સંકુલના નિર્માણની પ્રતિબદ્ધતા દેખાડી હતી.