• શુક્રવાર, 06 માર્ચ, 2026

સંપાદનના વિરોધમાં પુનરાજપરના ખેડૂતોની પદયાત્રા

દયાપર (તા. લખપત), તા. 2 : લખપત તાલુકાના પુનરાજપર સીમતળમાં જીએમડીસી દ્વારા લખપત-પુનરાજપર નવી લિગ્નાઈટ ખાણ માટે તાજેતરમાં લોકસુનાવણી પૂર્ણ થતાં હવે કચેરીઓના બાંધકામ ચાલુ કરી દેવાયા છે. ત્યારે સ્થાનિક કિસાનો જમીન સંપાદન બાબતે યોગ્ય વળતર મળે તે માટે લખપતથી માતાનામઢ પદયાત્રા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ટ્રેકટરો પણ જોડાયા હતા. પુનરાજપરના અગ્રણી જેતમાલજી જાડેજા સહિત ખેડૂતોએ વહેલી સવારે લખપતથી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. વાર્ષિક આઠ કરોડ ખેતીની ઉપજ સામે ગામના કિસાનોને સામાન્ય વળતર આપી જમીન સંપાદન સામે રોષ વ્યક્ત કર્યો હતો. વહીવટી તંત્રને પણ વારંવાર રજૂઆતો કરાઈ છે જેમાં પુનરાજપરની જમીનનું પ્રમોલગેશન કરવા વર્ષ 2011થી નિયમ મુજબ જંત્રીના ભાવમાં વર્ષ દીઠ વધારો જાહેર કરવા, પાંચ એકર જમીન પાછળ એક વ્યક્તિને જીએમડીસીમાં કાયમી નોકરી આપવા. માલધારીઓ, ખેડૂતો માટે આરોગ્ય, શિક્ષણ તેમજ પાયાની સુવિધા ઊભી કરવા સહિત મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોને ગામની જમીન દ્વારા વાર્ષિક 8 કરોડ જેટલી ઊપજ છે. તો શા માટે જમીન જીએમડીસીને આપવી? તેનો પણ પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે.

Panchang

dd