ભુજ, તા. 2 : કચ્છ
સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી વચ્ચે જિલ્લામાં મહત્તમ પારો એકથી બે
ડિગ્રી ઉંચકાતા તાપનો પ્રભાવ વધ્યો હતો. હવામાન વિભાગે બુધવારથી ત્રણ દિવસ માટે
કચ્છમાં ગરમીનું યેલ્લો એલર્ટ જારી કર્યું છે. આ સમય ગાળા દરમ્યાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી
નજીક પહોંચી શકે છે. કંડલા પોર્ટમાં 35.4 અને ભુજમાં 45 ડિગ્રી
મહત્તમ તાપમાને ખાસ કરીને મધ્યાહ્ન સમયે ગરમીનો નોંધનીય અનુભવ થયો હતો. ગરમીની અસર
જનજીવન પર પડી હોય તેમ બપોરના ભાગે જિલ્લાના મોટા ભાગના માર્ગો પર લોકોની પાંખી
અવર-જવર જોવા મળવા સાથે સુમસામ માહોલ જોવા મળ્યો હતો. ધુળેટીથી ત્રણ દિવસ ગરમીના
યેલ્લો એલર્ટ સાથે તાપ અને ઉકળાટનો અનુભવ થાય તેવું પુર્વાનુમાન હવામાન વિભાગે
વ્યકત કર્યું છે.