ભુજ, તા. 4 : અહીં મહેશ્વરી સમાજ દ્વારા
ધણીમાતંગ દેવની જન્મજયંતી નિમિત્તેઁ હર્ષોલ્લાસ સાથે ધાર્મિક રીતે ઉજવણી કરાઈ હતી.
દર વર્ષની જેમ પોષ મહિનાની ત્રીજના રાત્રે સ્થાપન કરી પોષ વદ ચોથના સવારે સ્નાન કરી
ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા વ્રત ધારણ કરાયા હતા. સમાજની પરંપરા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં
શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભુજ મામૈ મહેશ્વરી સમાજ અને રાવલવાડી
સમાજ દ્વારા નીકળેલી શોભાયાત્રામાં પ્રમુખ કરશનભાઈ આયડી, મોહનભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
સંત રોહિદાસનગરથી ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા શોભાયાત્રાને સ્ટાર્ટ
આપવામાં આવ્યો હતો અને શહેરના વિવિધ વિસ્તાર સરપટ ગેટ, દેવરી
ફળિયા, અનમ રિંગરોડ, એસટી બસસ્ટોપ અને જૂની
રાવલવાડીમાં થઈને શોભાયાત્રા નીકળી હતી, જેનું રામદેવપીર મંદિર,
ગાયત્રી મંદિર અને હમીરસર તળાવ પાસે થઈને ગણેશમંદિર પાસે સમાપન થયું
હતું. કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ બીજેપી પ્રમુખ અશોક હાથી, મંત્રી
હરેશભાઈ મહેશ્વરી, પૂર્વ
સભ્ય જિલ્લા પંચાયત નરેશ મહેશ્વરી, પ્રકાશ મહેશ્વરી, દિનેશભાઈ રોશિયા, વેરશીભાઈ માતંગ, ધર્મગુરુ મહેશ માતંગ, ધરમ માતંગ, ધનજી માતંગ, શામજી માતંગ, વેલજી
મારાજ, જખુભાઈ મારાજ, ઈશ્વર ડગરા,
કાનજી ધુવા, વલભભાઈ કટુવા, કાનજી બુચિયા, શૈલેશ ધેડા, જીવરાજ
દનિચા, હમીર વારોંધ, કાનજી ચંદે,
કાનજી ધુવા, ગોપાલ ધુવા, મુરજી રોશિયા, ડી.એલ. સોધમ, ભરતભાઈ
ધુવા, પરેશ કટુઆ, વીરજીભાઈ ધુવા,
ધર્મેશ રોલા, મોહિત રોશિયા, પ્રદીશ રોશિયા, ડાયાલાલ મતિયા, લાલજી સિંધવ, હિરેન આયડી, અનિલ
ધુવા, વિજય સીજુ, થાવર દનિચા, જખુ ફફલ, ગોપાલ
ફફલ, દીપક દાફડા, શામજી કોપટા, કેશુ રોલા, ગોવિંદ આયડી, રમેશ ધુવા,
ખેતશી ધુવા, હરેશ ચંદે, રવિ
રોશિયા, નાગશી માતંગ, દિલીપ ધુવા,
માલશી માતંગ, મેઘજી ફફલ, જશા મોથારિયા, રમેશભાઈ મહેશ્વરી (પૂર્વ ધારાસભ્ય) સહિતના
અગ્રણીઓ, માઘસ્નાનીઓ અને સમાજના સભ્યો જોડાયા હતા.