ગાંધીધામ, તા. 4 : આ શહેર, સંકુલમાં ધણી માતંગદેવની 1273મી જન્મ જયંતી નિમિતે શહેરના
માર્ગો પર શોભાયાત્રા, સામૈયાનું
આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા,
જેમાં વિવિધ વિસ્તારોના લોકોએ તૈયાર કરેલ ધણીમાતંગ દેવની ઝાંકીઓએ આકર્ષણ
જમાવ્યું હતું. - સંતો-આગેવાનોના
હસ્તે પ્રસ્થાન : શહેર, સંકુલ
તથા આસપાસની સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરના આંબેડકર
સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. અહીં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહેશ પંથી સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુઓ ધીરજડાડા માતંગ, ચંદુ ડાડા, ધનજી મતીયા, પાપીર મેઘજી
ડાડા, પ્રકાશ ડાડા તેમજ ડી.પી.એના ઉપાધ્યક્ષ નિલાભ્રાદાસ ગુપ્તા
વગેરેએ ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ 300 જેટલા માધસ્નાન વ્રતધારી, 200 સેવાધારી, 200 કળશધારી ગવરીએ
શોભાયાત્રાને આગળ વધારી હતી. આંબેડકર સર્કલથી ટાગોર રોડ થઈને સામૈયું ગાંધી માર્કેટ
ખાતે પહોંચ્યું હતું. આ વેળાએ ધારાસભ્યએ તથા
જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ શોભાયાત્રામાં ઉપસ્થિત લોકો પર પુષ્પ વર્ષા કરી
હતી.- શોભાયાત્રામાં રજૂ થઈ અલગ-અલગ
ઝાંખી : શોભાયાત્રામાં જુદા-જુદા વિસ્તારના લોકોએ
તૈયાર કરેલ ધણી માંતગ દેવ તથા ડી.પી.એ દ્વારા વિન્ડફાર્મ, ગ્રીન હાઈડ્રોજન વગેરે ઝાંકીઓએ ભારે આકર્ષણ
જમાવ્યું હતું. હર્ષોલ્લાસ, આનંદ સાથે ડી.જે.ના તાલે શોભાયાત્રા
આગળ વધી હતી. આ વેળાએ મહેશ્વરી ફાઉન્ડેશન સંગઠન દ્વારા સ્વચ્છ અભિયાન, મારુ ગાંધીધામ, સ્વચ્છ ગાંધીધામના બેનર તળે ટ્રેક્ટર
સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન વિન્ટેજ કારોએ પણ આકર્ષણ જમાવ્યું
હતું. શહેરના જવાહર ચોક ખાતે ગુજરાતી ગીતોના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠયા હતા. - આગેવાનોની ઉપસ્થિતિ : આ વેળાએ કંડલા કોમ્પલેક્સ મહેશ્વરી સમાજના
જીવરાજ ડી. ભાંભી, મહામંત્રી
પ્રહલાદભાઈ ઠોટીયા, કાર્યકારી પ્રમુખ કાનજીભાઈ ડી. સોલંકી,
સેક્ટર-સાતના પ્રમુખ કરશનભાઈ પી. દાનિચા, આદિપુર
મહેશ્વરી સમાજના પ્રમુખ પ્રકાશભાઈ મારાજ, જુની સુંદરપુરીના પ્રમુખ
જેઠીલાલ ટી. પાતારીયા, ગણેશનગર પ્રમુખ નાગશીભાઈ ચુંણા,
સપનાનગર સમાજના પ્રમુખ રામલાલભાઈ સિસેખા, અપનાનગર
પ્રમુખ પુનશીભાઈ દનિચા, નવજીવન સોસાયટી પ્રમુખ હીરેનભાઈ આયડી,
ગોપાલપુરી પ્રમુખ દેવજીભાઈ રતડ, કિડાણા સમાજ કમલેશભાઈ
ફુફલ, ભારતનગર પ્રમુખ પ્રકાશભાઈ પાતારીયા, નવી સુંદરપુરી પ્રમુખ વિનોદભાઈ દનિચા, મહેશ્વરી નગર પ્રમુખ
પુનમભાઈ ચુંણા, જગદંબા સોસાયટી પ્રમુખ કરશનભાઈ, ભક્તિનગર પ્રમુખ નાગશીભાઈ નોરીયા, જગજીવનનગર પ્રમુખ પરબતભાઈ
કોચરા, શેહરીનગર પ્રમુખ બળીયા તેમજ અગ્રણીઓ કાનજીભાઈ ભર્યા,
જે. પી. મહેશ્વરી, અશોકભાઈ, વાલજીભાઈ કારીયા, મીઠુંભાઈ ભાંભી, અર્જુનભાઈ આયડી, ચંદ્રઆ ધામના પ્રમુખ ડાડા લાલજી માતંગ,
વાલજીભાઈ દનિચા, નીતેશ બાબણ, લક્ષ્મણ બાબણ, લક્ષ્મણ ભરાડીયા, પુનમ ભરાડીયા, ભકરમલભાઈ ગરવા, મહેન્દ્રભાઈ
ધેડા, બાવાભાઈ ધેડા, મંગલ બડીયા,
કાન્જી અબચુંગ, કાનજી ગડવા, લાલચંદ ગડવા, હિરાલાલ ફફલ, મહિલા
મંડળના વાલુબેન ધેડા, નાનુબેન ધુવા, લક્ષ્મીબેન
થારૂ, ધર્મેન્દ્ર મારાજ, શિવજી કોચરા,
ધનજી ભરાડીયા, પ્રેમ ધેડા, જીવરાજ બડગા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. - શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત
: ધણી માતંગ દેવની જન્મ જયંતી નિમિતે યોજાયેલ
શોભાયાત્રાનું આંબેકડર સર્કલ ખાતે કોંગ્રેસના ચેતન જોશી, ભરતભાઈ સોલંકી, સમીપ જોશી,
રાજુ શર્મા, અમૃતાદાસ ગુપ્તા, અમિત ચાવડા, માયાભાઈ થારૂ, બાબુ
આહિર, આત્મારામભાઈ સુંઢા, સંજય ગાંધી,
હરુભા વગેરેએ સ્વાગત કર્યું હતું. ભાજપનાં નરેશ ગુરખાણી, મોમાયાભા ગઢવી, પપુભાઈ ધેડા, રામભાઈ
માતંગ, વિજય પરમાર વગેરેએ સ્વાગત કર્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના
તેજાભાઈ કાનગડ, મહેશ તીર્થાણી, દિપક જૈન,
એચ.એમ.એસ.ના એલ. સત્યનારાયણ વગેરે તથા મુસ્લિમ સમાજના હાજી જુમા રાયમા,
નાસીર ખાન, શકુરભાઈ માંજોઠી, ગનીભાઈ માંજોઠી, લતિફ ખલિફા, સિન્ધી
સમાજ, ભીલ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય
સ્વયં સેવક સંઘે શોભાયાત્રાનું સ્વાગત સન્માન કર્યું હતું. આ વેળાએ ગણેશ નગર ચારણ સમાજ
તથા મારવાડા સમાજ ગાંધીધામ દ્વારા પાણી વગેરેના સ્ટોલ ઉભા કરાયા હતા. કંડલા કોમ્પલેક્સ
મહેશ્વરી સમાજના પ્રમુખે પોલીસ બંદોબસ્ત, વ્યવસ્થા માટે પોલીસનો
આભાર વ્યક્ત કર્યો હતો. આદિપુર ગાંધીધામ વેપારી વેલફેર એસોસિએશન દ્વારા મહેશ્વરી સમાજના
ધર્મગુરુઓ અને માધસ્નાન વ્રતધારીયાઓના મુખીઓનું સન્માન કરાયું હતું. આદિપુર ગાંધીધામ વેપારી એસોસિએશનના ગાંધીધામના પ્રમુખ
કાલુભાઈ ભાનુશાળી, આદિપુરના પ્રમુખ વિક્રમભાઈ ભાટિયા,
ગોવિંદ દનીયા, બંટી જાદવાણી, મનોજ માણેક, સુરેશ શેટ્ટી, ચંદુ
ચાવલા, અલીભાઈ, મુકેશ શાખલા, છોટુ લાલવાણી તેમજ અન્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આવતી કાલે માધસ્નાન વ્રતધારીઓ
પોતાનું વ્રત અખંડ બારમની જ્યોતની સાક્ષીએ દર મહેશ્વરના દર્શન કરી વ્રતની પૂર્ણાહુતી
કરશે. આ પ્રસંગે મહાપ્રસાદ, રાસ ગરબા, સાંસ્કૃતિક
કાર્યક્રમ, જ્ઞાન કથન વગેરે યોજાશે.