• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

કચ્છથી મુંબઈને જોડતી ટ્રેનોમાં સફાઈનો અભાવ માથાના દુ:ખાવારૂપ

ભુજ, તા. 4 : કચ્છથી મુંબઈને જોડતી મોટા ભાગની ટ્રેનોમાં સફાઈનો અભાવ મુસાફરો માટે માથાના દુ:ખાવારૂપ સાબિત થઈ રહ્યો છે. મુંબઈથી ભુજ આવતી વધારાની ટ્રેનમાં એસી કોચમાં મુસાફરી કરનાર પ્રવાસીઓએ બળાપો ઠાલવતાં કહ્યું કે, ન માત્ર આ બલ્કે મુંબઈને જોડતી બધી ટ્રેનમાં જનરલ કોચની વાત દૂર રહી, વાતાનુકૂલિત કોચમાં શૌચાલય એટલા તો દુર્ગંધ મારતાં હોય છે કે પ્રવાસીઓ માટે તેની આગળથી પસાર થવું દુષ્કર બની જતું હોય છે. વળી ટ્રેનમાં નિયમિત સફાઈ ન થતી હોવા સાથે એસી કોચમાં અપાતી ચાદર પણ સાફસૂથરી અપાતી ન હોવાનો કચવાટ પ્રવાસીઓએ ઠાલવી રેલવે તંત્ર વેળાસર યોગ્ય કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.  

Panchang

dd