માધાપર (તા. ભુજ), તા. 4 : ભારતીય આર્ટિલરી
રેજિમેન્ટની સ્થાપનાને 200 વર્ષ પૂરા
થતાં ભારત રણભૂમિ દર્શન દ્વારકાથી પ્રારંભ થયેલ 20 ટોયટો કારમાં સવાર 55 જવાન માધાપર આવી પહોંચતાં તેમનું એચ.પી. પેટ્રોલપંપ પર સ્વાગત
કરાયું હતું. મેજર જનરલ અરવિંદ યાદવ અને કર્નલ ટોનિક સીરીયનના અનુગામી સાથે આર્મી, નેવી, બી.એસ.એફના ઉપક્રમે
રેલી યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, 3400 કિ.મી.ના પ્રવાસે શૌર્ય સફર
પૂરી કરી નેશનલ વીર મેમોરિયલ દિલ્હી ખાતે રેલી સંપન્ન થશે. આ રેલી દરમ્યાન જવાનો રાજસ્થાનની
ઐતિહાસિક રણભૂમિની મુલાકાત લેશે. રેલીમાં જોડાયેલા જવાનો સરહદી કચ્છના ગ્રામ્ય વિસ્તારના
લોકો સાથે વાર્તાલાપ કરી રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યકત કરશે. દ્વારકાની દરિયાઈ સીમાઓના
રક્ષણમાં નૌકાદળ મજબૂત રીતે રેખાંકિત કરે તેવા આશયથી દ્વારકાથી રેલીની શરૂઆત કરાઈ હતી.
માધાપર એચ.પી. પેટ્રોલપંપ પર સર્વે જવાનોનું સ્વાગત કરતા યોગેશભાઈએ મેજર અને કર્નલ
સાથે રેલીની વિગતો જાણી હતી. જવાનોએ માધાપર વીરાંગના સર્કલ પર માધાપરની વીરાંગના સાથે
મુલાકાત કરી તેના શૌર્ય વિશે જાણકારી મેળવી
હતી. ટોયટો કાર, એચ.પી., એપોલો હોસ્પિટલ (એચ.પી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ), જિંદાલ
કંપની દ્વારા પ્રાયોજિત આ રેલી હીરો મોટર દ્વાર પ્રાયોજિત કરવામાં આવી છે. આ રેલી કચ્છમાં
સ્મૃતિવન, ભુજ,
કોટેશ્વર, ધોરડો, ધોળાવીરા, નડાબેટ થઈ રાજસ્થાન જશે.