ભુજ, તા. 2 : ટાઉનહોલ
ખાતે અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા જયંતી મહોત્સવના
ત્રીજા દિવસે જાણીતા લેખક ડો. શરદ ઠાકરે શ્રોતાઓને ઇતિહાસના જ્ઞાનથી તરબોળ કર્યા હતા.
સ્થિતપ્રજ્ઞના લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં
સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ શ્રોતાઓને ભગવદ્ ગીતાનાં માધ્યમથી ઊંડાણપૂર્વકનું જ્ઞાન
આપ્યું હતું. સુબોધમુનિ સ્વામીજીએ ભજન ગાઈને ભક્તોને રસતરબોળ કર્યા હતા. ડો. શરદ ઠાકરે
`હું મારા દેશ માટે શું કરી શકું?' વિષય પર પ્રવચન આપ્યું હતું. ડો. ઠાકરે ઉદ્બોધનમાં કહ્યું કે, આપણા ઘરમાં દીવો પ્રગટાવવા માટે માચીસ નથી હોતી, કેટલાક
તત્ત્વો 3000 કિલો બારૂદ
એકઠો કરી રહ્યા છે, યોગ પ્રસ્તુતિ દેવલ ગઢવી દ્વારા કરાઈ
હતી. આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ માર્ગદર્શન આપતા કહ્યું
કે, ભોજન હોય કે કોઈ પણ વૃત્તિ પસંદ કરતા પહેલાં વિવેક કરજો,
અવિવેક કરનારી વ્યક્તિ હારી જાય છે તે ભગવદ્ ગીતાનો ઉપદેશ છે. જીવનનો
જંગ જીતવા દરેકનાં જીવનમાં કૃષ્ણ હોવા જોઈએ. કૃષ્ણને મેળવવા માટે પહેલા અર્જુન બનવું
પડે, ભગવાન અર્જુનને મળે દુર્યોધનને ન મળે !. સ્વામીજીએ સમાજને
અરીસો દેખાડી અને પ્રતીત કરાવ્યું કે, આજના સમયમાં ચારિત્ર્ય
હનન અને વિશ્વાસઘાત થાય છે તે ચિંતાનો વિષય છે, આજના છોકરા-છોકરાઓનાં
મનની બ્રેક સિસ્ટમ ફેઈલ છે. સોશિયલ મીડિયામાં વિકૃત વીડિયો મુદ્દે સ્વામીજીએ શ્રોતાઓને
સચેત કરી આવા દૂષણોથી દૂર રહેવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ડો. સૂર્યકાંત
તિલક અને ડો. શરદ ઠાકરનું સન્માન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી દ્વારા કરાયું હતું.
દિવસના કાર્યક્રમના અંતે ગીતાજીની આરતી અને રાષ્ટ્રગાન પઠન કરાયું હતું. તા. 03/12/2025ના સાંજે 4:30થી
6 દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક
શિશપાલજી દ્વારા યોગ સંવાદ યોજાશે.