• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

અદાણી પોર્ટસનું નવે.માં 41 ખખઝ કાર્ગોનું સંચાલન

મુંદરા, તા. 2 : ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે નવેમ્બર 2025માં મજબૂત કામગીરી દર્શાવતાં કુલ 41 મિલિયન મેટ્રિક ટન (ખખઝ) કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર વોલ્યુમમાં 20 ટકા વાર્ષિક વધારો અને ડ્રાય કાર્ગોમાં 10 ટકાના વધારાને કારણે નોંધાઈ હતી. વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે ભારતના સૌથી મોટા ખાનગી વાણિજ્યિક બંદર મુંદરા પોર્ટનું સંચાલન કરે છે. યર ટુ ડેટના આધારે જોઈએ તો, કંપનીએ 325.4 ખખઝ પોર્ટ કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો દર્શાવે છે, જેમાં કન્ટેનરમાં 21 ટકા અને ડ્રાય કાર્ગોમાં 5 ટકા વૃદ્ધિનો સમાવેશ થાય છે. યર ટુ ડેટ દરમિયાન લોજિસ્ટિક્સ રેલ વોલ્યુમ 4,69,835 ઝઊઞત (13 ટકા વાર્ષિક વધારો) સુધી પહોંચ્યું, તો ઋઙઠઈંજ વોલ્યુમ 14.3 ખખઝ (1 ટકા વાર્ષિક વધારો) હતું. અદાણી પોર્ટસ કંપનીના વૈવિધ્યસભર રોકાણો નાણાકીય વર્ષ '26માં 505-515 ખખઝ કાર્ગો હેન્ડાલિંગનાં લક્ષ્યને ટેકો આપે છે, જેમાં નાણાંકીય વર્ષ '28 સુધીમાં 8 ટકા કાર્ગો વોલ્યુમ વૃદ્ધિ અને ડબલ ડિજિટની આવક, ઊઇઈંઝઉઅ અને ઙઅઝ ઈઅઋછનો અંદાજ છે. વર્તમાન ક્ષમતામાં વધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વૈશ્વિક સંપાદન નાણાંકીય વર્ષ 26 અને ત્યારબાદના સમયગાળામાં સ્થિર વૃદ્ધિ તરફ દોરી જશે તેવી અપેક્ષા છે. વૈશ્વિક વેપાર માર્ગોમાં મહત્ત્વપૂર્ણ કડી તરીકે મુંદરા પોર્ટ કન્ટેનર, બલ્ક અને લિક્વિડ કાર્ગો સહિત વિવિધ પ્રકારના કાર્ગોનું સંચાલન કરે છે.

Panchang

dd