• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

સામાજિક એકતા થકી જ સમાજ નવી દિશા અને પ્રગતિ સાધી શકે

ભુજ, તા. 2 : લોહાણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતીષભાઇ વિઠલાણી કચ્છની બે દિવસની મુલાકાતે આવતાં ભુજ લોહાણા મહાજન તરફથી તેમના વિશેષ સન્માન સાથે વિચાર ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો હતો. માતૃ સંસ્થાના હોદ્દેદારો મહાપરિષદના સતીષભાઇ વિઠલાણી, ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદે, મહેશભાઈ ઠક્કર, હરેશભાઇ કતિરા, કિરણભાઇ ગણાત્રા, સુરેશભાઇ ઠક્કર, કમલ કારિયા, હિતેશભાઇ ઠક્કરઅલ્પેશ ચંદે, ડો. પ્રફુલાબેન કોટક, અશોકભાઇ કારિયા, દિનેશ ઠક્કર, મમતાબેન ઠક્કર, વરુણ ઠક્કરના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. પ્રાસંગિક પ્રવચનમાં પ્રમુખ ડો. ચંદેએ આવકાર આપ્યો હતો. ભુજ લોહાણા મહાજન તરફથી સમાજ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓની વિગત આપી હતી. સતીષભાઇ વિઠલાણીનું ભુજ લોહાણા મહાજન, અખિલ કચ્છ લોહાણા મહાજન, ભુજ લોહાણા યુવા અને ભુજ લોહાણા મહિલા મંડળ, માધાપર લોહાણા મહાજન, મિરજાપર લોહાણા મહાજન, વાગડ રઘુવંશી ભુજ તાલુકા સાથે મહિલા મંડળ, ઉત્તર ગુજરાત દેશી લોહાણા સમાજ અને ભુજ તાલુકા મહાપરિષદના મોભીઓએ સન્માન કર્યું હતું. શ્રી વિઠલાણીએ ભુજ મહાજને નવનિયુક્ત તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આપણો રઘુવંશી સમાજ દેશ અને દુનિયાના અનેક દેશોમાં વસવાટ કરી રહ્યો છે, ત્યારે તમામ જ્ઞાતિબંધુઓ એકતાંતણે અને એકસૂત્ર તળે એકત્રિત થાય તે પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે, કોઇ પણ સમાજ ત્યારે જ પોતાના સમાજને નવી દિશા અને પ્રગતિ આપી શકે જ્યાં એકતાનાં દર્શન થતા હોય. લોહાણા મહાપરિષદના સમાજોપયોગી કાર્યો વિશે માહિતી આપી ભાવિ આયોજનો અંગે પ્રકાશ પાડયો હતો. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સમાજનો એકએક જ્ઞાતિબંધુ જોડાયેલો રહે તે માટે કચ્છ આવ્યાનું કહી સહયોગની આશા વ્યક્ત કરી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, દિનેશ ઠક્કર, પાયલ ઠક્કર, અલ્પેશ ચંદે, અવનીશભાઇ ઠક્કર, હિનાબેન ઠક્કર, નીતિનભાઇ ઠક્કર, શશિકાંતભાઇ જી. ઠક્કર, સુરેશભાઇ ઠક્કર, ધીરજભાઇ ખીમજી ચંદે વિગેરે હાજર રહ્યા હતા. સંચાલન સમાજના મંત્રી કમલભાઇ કારિયાએ, તો આભારવિધિ ખજાનચી હિતેશભાઇ ઠક્કરે કર્યા હતા. હર્ષદભાઇ ઠક્કર, સુરેશભાઇ ઠક્કર, દર્શનભાઇ ઠક્કર, દિલીપભાઇ ઠક્કર, રશ્મિકાંત ઠક્કર, જયેશ ઠક્કર, ધર્મેન્દ્રભાઇ ઠક્કર, ધીરજભાઇ ઠક્કર, મહેશભાઇ રાજદે, નરેશભાઇ પૂજારા, નમન ઠક્કર વિગેરે જોડાયા હતા.

Panchang

dd