• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ઢંઢ સરોવર વિસ્તારમાં લાંબા સમય બાદ વરૂ જોવા મળ્યો

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 1 : નખત્રાણા તાલુકાના નાની બન્ની વિસ્તારમાં એક વિચિત્ર રૂપમાં ભગાડ નામક હિંસક પ્રાણી જોવા મળ્યું હતું. અમુક જાણકારો શિયાળ હોવાનું અનુમાન લાગતાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ફુલાયના મુકિમ મુતવાએ પોતાના કેમેરામાં આ ભગાડને ભારે મહેનત બાદ કેદ કર્યું હતું. સામાન્ય રીતે શિયાળ સરખું દેખાતો આ હિંસક પ્રાણીના કાન મોટા, લાંબા હોય અને પાછળના પગ લાંબા હોય. દોઢ દાયકા પહેલાં ફુલાય વિસ્તારમાં ભગાડ જોવા મળ્યું હતું.  દીપક ગોસ્વામી અને લિયાકતઅલી નોતિયારે રોગગ્રસ્ત શિયાળ હોવાની પુષ્ટિ કરી હતી. ભગાડ (વરૂ) હોવાનું કહ્યું હતું.

Panchang

dd