દયાપર (તા. લખપત), તા. 1 : ભારતની અંતિમ સીમા ચોકી મુધાનમાં કાર્યરત છે. રણ સરહદે
આવેલ સીમા સુરક્ષા દળના કેમ્પ સુધી પહોંચવા સિયોત-મુધાન પાંચ કિ.મી.નો રસ્તો વર્ષોથી
જર્જરિત છે, જે માર્ગ-મકાન વિભાગની નજરે આવતો નથી. મુધાનના અગ્રણી મનુભા
જાડેજાએ કહ્યું હતું કે, મુધાન સરહદનું છેલ્લું ગામ છે,
જેને શા માટે સુવિધાથી વંચિત રખાય છે ? મુધાનની
બાજુમાં સીમા સુરક્ષા દળની ચોકીઓ આવેલી છે, જેથી સુરક્ષાની વ્યૂહાત્મક
દૃષ્ટિએ પણ આ માર્ગ અતિમહત્ત્વનો છે. હાલમાં આ રસ્તો ગાડાવાટ જેવો બની ગયો છે. ઠેરઠેર
ખાડા પડી ગયા છે, ડામર નીકળી ગયો છે. રસ્તાની મરંમત કરાય તેવી
શ્રી જાડેજાએ માંગ કરી હતી.