• શનિવાર, 15 નવેમ્બર, 2025

દુધઇ પોલીસ મથકે પૂર્વ કચ્છના અધીક્ષક દ્વારા વાર્ષિક નિરીક્ષણ

ગાંધીધામ, તા. 14 : પૂર્વ કચ્છના દુધઇ પોલીસ મથકનું પોલીસ અધીક્ષકે વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું, સાથે ગ્રામજનોને જાહેર સ્થળોએ  સીસીટીવી લગાવવા અપીલ કરી સાયબર ક્રાઇમતેનાથી બચવા સહિતની માહિતી આપવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારએ દુધઇ પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. દરમ્યાન લોકભાગીદારીથી 80 લાખના ખર્ચે બનતા નવા પોલીસ મથકનું પણ નિરીક્ષણ કરાયું હતું. દુધઇ પોલીસ મથક હેઠળ આવતા ભચાઉ તાલુકાના ભુજપુર ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું તથા અનુ. જાતિ વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી. લોકદરબાર દરમ્યાન સ્થાનિક કોઇ પ્રશ્ન ન હોવાથી પોલીસ અધીક્ષકે સાયબર ક્રાઇમ, તેનાથી બચવા શું કરવું સહિતની સવિસ્તાર માહિતી લોકોને આપી હતી તેમજ ગ્રામ પંચાયત અને લોકો સાથે મળીને ધાર્મિક સ્થાનો, જાહેર જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી. કાર્યક્રમો દરમ્યાન દુધઇ પી.આઇ. આર.આર. વસાવા તથા ગામના અગ્રણીઓ કિરીટસિંહ જાડેજા, નામોરીભાઇ જાદવ, ભીખુભા જાડેજા, જેરામગર ગુંસાઇ, અરવિંદભાઇ પટેલગોપાલભાઇ સથવારા, રાધુભાઇ આહીરઅરજણભાઇ વાઘેલા, ઇશ્વરભાઇ પટેલ, વિક્રમભાઇ આહીર, રામદેવસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજાજબારભાઇ ખત્રી, બનુમારાજ, મનુભાઇ વાઘેલા, હાસમશા ડાડાલધાભાઇ કુંભાર, હીરાભાઇ આહીરકિશોરસિંહ જાડેજા, અતુલભાઇ જાદવ, સુખદેવસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. 

Panchang

dd