ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારની અને ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓના
રહેવાસીઓએ મહાનગર પાલિકાના કમીશનરને રૂબરૂ મળીને ગટર સમસ્યા સહીતના મુદે વિસ્તૃતમાં
રજુઆત કરી હતી. કમીશનર દ્વારા ત્વરીત ઉકેલની હૈયાધારણા આપી હતી. સાસાયટી ના રહેવાસીઓ સદસ્યોએ સમસ્યાઓ વિષે કમીશરન મનીષ ગુરવાણીને માહિતગાર
કર્યા હતાં. કાવેરી નગર, પારસનગર,
ઘનશ્યામનગર, આશાપુરા સોસાયટી, ગોકુલધામ, કૃષ્ણવિલા,પુષ્પ કોટેજ, ભક્તિધામ, શાંતિનગર,
તુલશીધામ સોસાયટી વિસ્ તારની સમસ્યા અંગ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.મ્યુનીસીપલ
કમીશનરે ગટર સમસ્યાથી અવગત હોવાનું જણાવી થોડા મહીનામાં કામગીરી શરૂ કરી સમસ્યાનુ નિવારણ
કરાશે તેવી ખાત્રી આપી હીત. તેમણે ઉમેર્યુ હતુંકે મોટા વિસ્તાર મેઘપરમાં અનેક સોસાયટીઓ
છે અને માળખાકીય સુવિધાઓનો અભાવ છે. હવે મેઘપર
બોરીચી, કુંભારડી મહાનગરપાલિકાનો હિસ્સો છે. અને લોકોને સમસ્યામાંથી ત્વરીત રાહત મળે તે માટેના
પુરતા પ્રયાસ કરાશે તેવું કહ્યું હતું. સોસાયટીની
ખાળકુવો ભરાવો, કે ગટર ભરાવાની આંતરીક સમસ્યા સોસાયટી કે બીલ્ડર
સમસ્યાને હલ કરે તેવું સુચન તેમણે કર્યું હતું.
સોસાયટીઓ વતી યોગેન્દ્રસિંહ જાડેજા, પલરાજ બારોટ, વિજય જોષી, મનસુખભાઈ, સત્યનારાયણભાઈ,
દિવ્યરાજસિંહ ગોહીલ વિગેરે હાજર રહ્યા હતાં.