અંજાર, તા. 14 : અહીંના તાલુકા ભાજપ દ્વારા મતદારયાદી સુધારણા (એસ.આઈ.આર.) અંતગર્ત
કાર્યકારોની બેઠક યોજાઈ હતી. સ્વાગત પ્રવચન આપતા
તાલુકા ભાજપના પ્રમુખ બી.એન. આહીરે
જણાવ્યું હતું કે, 23 વર્ષ બાદ પછી આ અભિયાન આવ્યુ
છે. વર્ષ 2002માં છેલ્લે આરંભાઈ હતી. મતદારયાદી સુધારણાનું મહત્ત્વનું કાર્ય સૌ
નાગરિકોને જાગૃત કરીને જોડવવાની વાત કરી હતી. તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ આહીરે તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક સાથે આ અભિયાન માટે
જવાબદાર કાર્યકર્તાઓની જાહેરાત કરી હતી. તાલુકા સંયોજક તરીકે પરમાભાઈ પટેલ અને સહસંયોજક
તરીકે મેહુલભાઈ આહીર, જિલ્લા પંચાયત
બેઠક ઉપર
રતનાલના મ્યાઝરભાઈ છાંગા, અરવિંદભાઈ મહેશ્વરી,
ખેડોઈ ફાલ્ગુનભાઈ આહીર, ભીમાસરના બાબુભાઈ રબારી,
મુકેશભાઈ સથવારા, જગદીશભાઈ રબારી, મેઘપરના અંબાભાઈ રબારી, અરજિતસિંહ રાજપૂત, જિગરભા ગઢવી દ્વારા
તમામ શક્તિ કેન્દ્રમાં સંયોજકો સાથે સંકલન કરીને કામ કરવાની અપીલ કરાઈ હતી. અંજાર વિધાનસભા
બી.એલ.-1 અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારીએ
સૌને સાથે મળીને એક એક બૂથમાં પ્રવાસ કરીને સમય મર્યાદામાં કામને પૂર્ણ
કરવા અનુરોધ કર્યો હતો. અંજાર વિધાનસભાના વાલી મુકેશ લખવાણીએ કહ્યંy હતું કે,
આપણી વિધાનસભા તમામ કાર્યક્રમોમાં અગ્રેસર રહી છે, ત્યારે યોગ્ય મતદાર રહી ન જાય અને અયોગ્ય આવી ન જાય એ જોવા
સાથે વહીવટીતંત્ર સાથે સંકલન કરવાની વાત કરી
હતી. બેઠકમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુરાભાઈ છાંગા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તાલુકા ભાજપ ઉપપ્રમુખ મેહુલભાઈ આહીરે અને આભારવિધિ
તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોપાલભાઈ ડાંગરે કરી હતી. તાલુકા યુવા ભાજપના મહામંત્રી બાબુભાઈ
રબારીએ સાંધિક ગીત તથા વંદે માતરમ્નું ગાન કુણાલભાઈ આચાર્યએ ગવડાવ્યું હતું.