• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

પર્યાવરણનાં સંરક્ષણ માટે સાઈકલથી મહારાષ્ટ્રના યુવાનનું દેશભ્રમણ

ગાંધીધામ, તા. 11 : પર્યાવરણ સંરક્ષણ, આબોહવા પરિવર્તન જાગૃતિ અને વૃક્ષારોપણના સંદેશ સાથે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના યુવાને સાઈકલથી દેશભરમાં ભ્રમણ શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ગાંધીધામ લાયન્સ ક્લબની તેમણે મુલાકાત લીધી હતી અને દેશમાં એક લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.  રાયગઢના સુબોધ વિજયે 19 જૂન-2024ના એક મિશન શરૂ કર્યું છે. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાઈકલયાત્રા શરૂ કરી છે. 507 દિવસમાં 40,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે અને તેમની યાત્રા ચાલુ છે. તેમનું લક્ષ્ય આ અભિયાનને 950 દિવસમાં પૂર્ણ કરવાનું છે, જે જુલાઈના મધ્યથી ઓગસ્ટ 2027 સુધી નિર્ધારિત સાહસિક માઉન્ટ એવરેસ્ટ અભિયાન સાથે સમાપ્ત થશે. તેમની યાત્રા દરમિયાન, લાયન સુબોધ સમગ્ર ભારતમાં 1,00,000 વૃક્ષ વાવવાનું લક્ષ્ય રાખીને નક્કર પગલાં પણ લઈ રહ્યા છે, જે આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં સીધું યોગદાન આપી રહ્યા છે. સુબોધ વિજયે લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામની મુલાકાત લીધી હતી. ક્લબના પ્રમુખ સુરોજિત ચક્રવર્તી અને સુભદા શેટ્ટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેમના અનુભવો જણાવ્યા હતા. ગાંધીધામમાં તેમના અથાગ પ્રયાસો અને પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉપણું પ્રત્યેના ઉમદા મિશન માટે તેમને સમર્થન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.   

Panchang

dd