ભુજ, તા. 10 : રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતનું કચ્છમાં આગમન થયું છે. શ્રી ભાગવત આવતીકાલ મંગળવારે માંડવી તાલુકાના નાના રતાડિયા
ખાતે શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર પરિસરમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં
હાજરી આપવાના છે. નાના રતાડિયા ખાતે વિશ્વ
કલ્યાણની ભાવના અને સમસ્ત જીવાત્માના કલ્યાણાર્થે શ્રીમદ ભાગવત મહાપુરાણ
જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. મોહન ભાગવત આ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપવાની સાથે
માતુશ્રી મણિશંકર વીરજી પેથાણી મણિરત્નમ સત્સંગ હોલનું લોકાર્પણ કરવાના છે. સર
સંઘચાલક સાથે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદજી મહારાજ પણ કથા મહોત્સવ
પ્રસંગે હાજરી આપવાના છે. તેમના હસ્તે હંસાબેન પરસોત્તમ સેંઘાણી દેવધન ભોજનશાળાનું
લોકાર્પણ કરવામાં આવશે. સર સંઘચાલક મોહન ભાગવતજીનાં આગમનને લઈ સઘન સુરક્ષા
વ્યવસ્થા ગોઠવવા સહિતની અન્ય તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો
છે.